મુખ્ય સચિવની ધોલાઇ મામલે અરવિંદ કેજરીવાલ આરોપ મુક્ત
નવીદિલ્હી: દિલ્હીની એક અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય નવ ધારાસભ્યોને દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર હુમલો કરવા બદલ નિર્દોષ જાહેર કર્યા છે. જાે કે, કોર્ટે આ કેસમાં આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જરવાલને આરોપોમાંથી મુક્ત કર્યા નથી. હકીકતમાં, ફેબ્રુઆરી ૨૦૧૮ માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ અંશુ પ્રકાશે મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર મુખ્યમંત્રી નિવાસસ્થાને હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ૯ ધારાસભ્યોને પણ રાહત મળી છે. તે જ સમયે, મનીષ સિસોદિયાએ આ સમગ્ર મામલે કહ્યું કે આ ન્યાય અને સત્યની જીતનો દિવસ છે.
કોર્ટે કહ્યું કે કેસમાં તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. મુખ્યમંત્રી આજે તે ખોટા કેસમાં નિર્દોષ છૂટી ગયા. અમે કહી રહ્યા હતા કે આરોપો ખોટા છે. મુખ્યમંત્રી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ હુમલાના કેસમાં દિલ્હી પોલીસે ઓગસ્ટ ૨૦૧૮ માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ સિસોદિયા સિવાય ૧૧ ધારાસભ્યોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં કુલ ૧૩ લોકોના નામે ચાર્જશીટ બનાવવામાં આવી હતી.
એ યાદ રહે કે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ નો છે. મળતી માહિતી મુજબ તત્કાલીન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ રાત્રી બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રીની સામે તેમને માર માર્યો હતો. આ કેસમાં કેજરીવાલના પૂર્વ સલાહકાર વીકે જૈનને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યા હતા. બે ધારાસભ્યો પ્રકાશ જરવાલ અને અમાનતુલ્લાહ ખાનને પણ માર મારવા બદલ જેલમાં જવું પડ્યું હતું, જાેકે બાદમાં જામીન પર છૂટ્યા હતા. મામલો એટલો વધી ગયો હતો કે કેટલાક દિવસો સુધી અધિકારીઓ પણ હડતાળ પર બેઠા હતા.