Western Times News

Gujarati News

મુઝફફરપુરમાં પૈસા ડબલ કરવાના નામે બે કરોડની છેતરપિંડી, ૪૫ લોકો ભોગ બન્યા

પ્રતિકાત્મક

મુઝફફરપુર, મુઝફફરપુરમાં ૨૦ મહિનામાં પૈસા ડબલ કરવાના નામે ૪૫ લોકો પાસેથી ૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. નાગરિકોએ ે આરોપીને પકડીને અહિયાપુર પોલીસને હવાલે કર્યો હતો. તે દોઢ વર્ષથી ફરાર હતો અને સમસ્તીપુરમાં છુપાઇને રહેતો હતો.

મંગળવારે મિઠાનપુરા ખાતે તેમના સંબંધીના ઘરે આવ્યો હોવાની માહિતી મળતા તેને પકડી લીધો હતો. આ પછી તેને મિઠાનપુરા પોલીસે કસ્ટડીમાં લીધો હતો. પરંતુ કેસ અહિયાપુરનો હોવાથી તેને અહિયાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જયારે આરોપી ઝડપાયો ત્યારે અહિયાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન આરોપીએ જમીન વેચી રૂપિયા ચુકવવાની વાત કરતો હતો.

અહિયાપુરના એસએચઓ વિજયકુમાર સિંહે જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી અહિયાપુરના બેલા પચગાચિયા ગામનો રહેવાસી છે. રૂપિયા સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કમિટી દ્વારા લોકો પાસેથી પૈસા લેતો હતો.

હજુ સુધી કોઇ લેખિત ફરિયાદ મળી નથી. અરજી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોએ જણાવ્યું કે આરોપીએ અહીયાપુર, મીનાપુર અને આસપાસના લોકો સાથે રૂપિયા ડબલ કરવાનો દાવો કરીને છેતરપીંડી કરી હતી.

તે રોકાણ કરેલી કુલ રકમના પાંચ ટકા પરત કરવાની લાલચ આપી દર મહિને છેતરપિંડી કરતો હતો. લોકોનો વિશ્વાસ જીતવા માટે એકથી બે મહિના સુધી કુલ રોકાણના પાંચ ટકા લોકોને આપી દીધા હતા. વિશ્વાસ જીત્યા બાદ કુલ ૪૫ ગ્રામજનોની લગભગ બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ભાગી છૂટયો હતો.

કોઇની પાસેથી ૧૦ લાખ અને કોઇની પાસેથી ૨૦ લાખ રુપિયાની છેતરપિંડી કરી હતી. મોબાઇલ પર વાત કરતા સંતોષકારક જવાબ આપતો ન હતો. મંગળવારની રાત્રે આરોપી મિઠનપુરા આવ્યો હતો. આ દરમિયાન પરિચિતોએ તેને જાેતા તે ભાગ્યો હતો.

અને લોકોથી ગભરાઇને જીવ બચાવવા તે મિઠાનપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. એવું કહેવાય છે કે શેરબજારમાં પૈસા રોકવાના નામે છેતરપિંડી કરતો હતો. આ માટે તેણે એક કમિટી બનાવી હતી. કમિટીમાં ઘણા સભ્યો હતા. પોલીસે કમિટીના સભ્યોની પણ શોધખોળ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.