મુઝફફરપુરમાં ૧૦માં ધોરણની છાત્રાનું અપહરણ કરી પાંચ યુવકોએ ગેંગરેપ કર્યો
મુઝફફરપુર, બિહારના મુઝફફરપુર જીલ્લામાં કોચિંગથી ઘરે પાછી ફરી રહેલ ૧૦માં ધોરણની છાત્રાનું અપહરણ કરી પાંચ યુવકોએ પિસ્તોલની અણીએ ગેંગરેપ કરી હેવાનિયતની તમામ હદેને પાર કરી હતી. ઘટના જીલ્લાના પિપરી સહદુલ્લાપુર રોડમાં સોમવારે સાંજની છે. ઘટનામાં પોલીસની બેદરકારીથી ત્રણ દિવસ બાદ કેસ દાખલ થયો
મળતી માહિતી અનુસાર કોચિંગથી ઘરે પરત ફરી રહેલ ધો.૧૦ની છાત્રાનું બોલેરો સવાર યુવકોએ અપહરણ કર્યું સુજાવલપુર ખાતે એક બંધ પેટ્રોલ પંપના જર્જન રૂમમાં લઇ જઇ બંધક બનાવી પિસ્તોલની નોક પર પાંચ યુવકોએ ગેંગરેપ કર્યો કોઇ રીતે પીડિતા બારીના માર્ગે ભાગી ગઇ અને એનએચ પર પહોંચી ગ્રામીણોઓને માહિતી આપતાં પરિવારજનો છાત્રાને ઘરે લઇ ગયા ઘટનાના ત્રણ દિવસ બાદ મામલો મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો આ પહેલા પરિવારજનોએ સકરા પોલીસ સ્ટેશનને માહિતી આપી.
ઘટનાના આગામી દિવસે મંગળવારે પરિવારજનોએ એક આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો નહીં પરિવારજનોને ફટકાર પણ લગાવવામાં આવી હતી જેની એક ઓડિયો પરિવારજનોએ પોલીસને આપી સકરા પોલીસ સ્ટેશને આનાકાની કર્યા બાદ પીડિતા પોતાના પરિવારજનોની સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં પહોચી પરિવારજનોએ પોલીસમાં ગેંગકેપને લઇ અરજી કરી તેના આધાર પર મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી નીરૂ કુમારીએ પોકસો એકટમાં કેસ દાખલ કર્યો છે.
ફરિયાદના આધારે મો ઇજદાર આગિત્ય ઝા અને ત્રણ અજાણ્યા વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો મો ઇજદારને પરિવારજનોને જ પકડી પોલીસને સોંપ્યો પોલીસે તેને વિશેષ કોર્ટમાં રજુ કર્યો હતો આ પહેલા મહિલા પોલીસ સ્ટેશનની પોલીસે પીડિતાને સદર હોસ્પિટલમાં મેડિકલ કરાવ્યું છએ તેમની રિપોર્ટ આવનાર છે ડીએસપી મનોડ પાંડેયે કહ્યું કે કિશોરી ગેંગરેપનો મામલો સામે આવ્યો મહિલા પોલીસની પોલીસ કાર્યવાહી કરી રહી છએ એક આરોપીની ધરપકડ કરી છએ અનેની ધરપકડ માટે કાર્યવાહી જારી છે.HS