મુઝફ્ફરનગર ફેમિલી કોર્ટનો અનોખો નિર્ણય, પતિને દર મહિને 2000 રૂપિયા આપવાનો પત્નીને આદેશ
મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ફેમિલી કોર્ટે એક મોટો નિર્ણય કરતા પત્નીને આદેશ કર્યો છે કે તે પતિને ઘર ચલાવવા માટે રૂપિયા આપે. જો કે, પતિ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર રીતે સંતુષ્ટ નથી. તેનું કહેવું છે કે, પત્નીનું પેન્શનનો 1/3 ભાગ તેને મળવો જોઈતો હતો.
ખતૌલી વિસ્તારમાં રહેતા કિશોરી લાલ સોહંકારના 30 વર્ષ પહેલા કાનપુરની રહેનારી મુન્ની દેવીની સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે વિવાદ થયો. તે બાદ લગભગ 10 વર્ષથી કિશોરી લાલ અને મુન્ની દેવી અલગ અલગ રહે છે. તે સમયે પત્ની મુન્ની દેવી કાનપુરમાં સ્થિત ઈન્ડિયન આર્મીમાં ચોથી ક્ષેણીની કર્મચારી હતી. થોડા સમય પહેલા જ કિશોરી લાલની પત્ની મુન્ની દેવી રિટાયર્ડ થઈ ગઈ છે. તે બાદ મુન્ની દેવી પોતાના 12 હજારના પેન્શનમાં પોતાનું ગુજરાન ચલાવી રહી છે. કિશોરી લાલ પણ ખતૌલીમાં રહીને ચા વેચવાનું કામ કરે છે.