મુઝફ્ફરપુર બાલિકા ગૃહ કાંડમાં બ્રિજેશ ઠાકુર સહિત ૧૯ લોકોને દોષિત જાહેર કરાયા
નવી દિલ્હી, બિહારના મુઝફ્ફરપુર બાલિકા ગૃહ કાંડમાં દિલ્હીની સાકેત કોર્ટના શેલ્ટર હોમના સંચાલક બ્રિજેશ ઠાકુર સહિત ૧૯ લોકોને યૌનશોષણના દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એક આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. દોષિતોની સજા મામલે હવે ૨૮ જાન્યુઆરીએ દલીલો કરવામાં આવશે. આ કેસ ૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશથી મુઝફ્ફરપુરની સ્થાનીક કોર્ટથી સાકેત પોક્સો કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
દોષિતોમાં ૧૦ મહિલાઓ પણ સામેલ છે. તેમના પર આરોપ છે કે, તેમણે છોકરીઓ સાથે થતી હરકતોને છુપાવતી હતી અને તેમનો અવાજ દબાવવામાં પણ આરોપીઓની મદદ કરતા હતા. બાલિકાગૃહમાં તહેનાત કુકથી લઈને ગેટકીપર સુધી દરેક પર છોકરીઓ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. સુનાવણી દરમિયાન પીડિત છોકરીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઘણી છોકરીઓએ આરોપીની ઓળખ પણ કરી લીધી છે.