મુડેટી S.R.P. ગ્રુપ-૬ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે રેલીનુ આયોજન
નેત્રામલી: ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ સ્ટેટ રીસવૅ પોલીસ દળ જુથ-૬ ખાતે કેમ્પના સેનાપતિ શ્રી રૂષિકેશ ઉપાધ્યાય સાહેબના માગૅદશૅન મુજબ ડી.વાય.અેસ.પી.શ્રી બી.જી.રાઠોડ સાહેબની આગેવાનીમાં મુડેટી કેમ્પસમાં તેમજ મુડેટી ગામ ખાતે પયાૅવરણના રક્ષણ માટે અવેરનેસ રેલીનુ આયોજન કરેલુ SRPF ગ્રુપ ૬ ખાતે વિધાથીૅઓની રેલીને ડી.વાય. SP બી.જી.રાઠોડે લીલી ઝંડી લહેરાવી પ્રસ્થાન કરાવેલ હતુ
જેમા રચના સ્કુલના શિક્ષક ગણ ગ્રામજનો જવાનોએ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો. આ કાયૅક્રમને સફળ બનાવવા મુડેટી ગામના ઉપ સરપંચ દિનેશભાઈ દેસાઈ સહિત ગ્રામજનો સહકાર આપેલ હતો. અને જુથના પોસઈ કે.આર.ડાભી, પોસઈ આર.બી.ડામોર અને વેલ્ફેર જમાદાર બાબુભાઈ ડામોરે વ્યવસ્થા અને દેખરેખ રાખી પ્રોગ્રામ સફળ બનાવેલ હતો.તેમજ વધુ વૃક્ષો વાવવા વન્ય જીવોનુ રક્ષણ કરવા પયાૅવરણ બચાવવાના સંકલ્પ લઈ રેલીની પુણાૅહુતિ કરેલ હતી આ રેલીમા કેમ્પના તમામ જવાનો જોડાયા હતા અને કાયૅક્રમનુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.