મુડેટી S.S.P. ગ્રુપ-૬ ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવાયો.

નેત્રામલી: ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ખાતે ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે મુડેટી અેસ.આર.પી. ગ્રુપ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાયૅક્રમ રાખવામાં આવેલ હતો. જેમા સેનાપતિ શ્રી ધ્વારા રાષ્ટ્રધ્વજ ને રાષ્ટ્રગાન સાથે ફરકાવવામાં આવેલ તે પ્રસંગે ગ્રુપના પોલીસ અધિકારીઓ અને જવાનો હાજર રહિ સલામી આપેલ
ત્યારબાદ સેનાપતિઅે ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રાસંગિક પ્રવચન કરી અધિકારી/જવાનો તેમજ જુથના પરિવારજનો ને ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ મુડેટીના વેલ્ફેર સંચાલીત સી.પી.સી. કેન્ટીનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ રાહતદરે મળી રહે તે હેતુસર આ જુથની બાળાઓ ધ્વારા સી.પી.સી. કેન્ટીન સેનાપતિશ્રી ઋષિકેશ ઉપાધ્યાય તથા મદદનીશ સેનાપતિશ્રી અનિલ અેન. ચૌધરી અને જુથના તમામ અધિકારીઓ/ જવાનો તથા પરિવારના સભ્યોની ઉપસ્થિતમાં ખુલ્લી મુકવામા આવી હતી.