Western Times News

Gujarati News

મુથુટ્ટુ મિનિનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ઇશ્યુ ખુલ્યો

·         એનસીડી ઇશ્યૂમાં Rs.125 કરોડના બેઝ ઇશ્યૂ કદનો સમાવેશ થાય છે, જેમાં Rs.125 કરોડ સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ છે, જે કુલ મળીને Rs.250 કરોડ સુધીનો (“14મો એનસીડી ઇશ્યૂ”) છે.

·         સુરક્ષિત એનસીડીનો ભાગ Rs.200 કરોડ સુધીનો અને અસુરક્ષિત એનસીડીનો ભાગ Rs.50 કરોડ સુધીનો છે.

·         14મો એનસીડી ઇશ્યૂ #સુરક્ષિત એનસીડી માટે રિડમ્પશન પર વાર્ષિક 10.22% અને અસુરક્ષિત એનસીડી માટે વાર્ષિક 10.41% અસરકારક વાર્ષિક ઉપજ આપે છે.

એનસીડીને બીએસઈ લિમિટેડ પર લિસ્ટ કરવાની યોજના છે.

અમદાવાદ, વર્ષ 1998માં શરૂ થયેલી, ગોલ્ડ લોનના ક્ષેત્રમાં ડિપોઝિટ નહિ લેતી પદ્ધતિસરની અગત્યની એનબીએફસી, મુથુટ્ટુ મિનિ ફાઇનાન્સર્સ લિમિટેડ (“મુથુટ્ટુ મિનિ”/ ‘MMFL’)એ પ્રત્યેક Rs.1,000ની ફેસ વેલ્યૂ ધરાવતા સુરક્ષિત અને અસુરક્ષિત ડિબેન્ચર્સ (“NCDs”)નો પબ્લિક ઇશ્યુ ખુલવાની જાહેરાત કરી છે.

14મો એનસીડી ઇશ્યૂ એકંદરે Rs.125 કરોડનો છે અને Rs.125 કરોડના ઓવર-સબ્સ્ક્રિપ્શન જાળવવાના વિકલ્પ સાથે તે કુલ મળીને Rs.250 કરોડનો છે. 14મો એનસીડી ઇશ્યૂ વાર્ષિક 9.00% થી 10.25%ના કૂપન રેટ સાથે એનસીડીના ભરણાં માટે વિવિધ વિકલ્પો આપે છે. 14મો ઇશ્યુ 30 માર્ચ, 2021ના રોજ ખુલે છે અને વહેલો બંધ કરવા અથવા લંબાવવાના વિકલ્પ સાથે 23મી એપ્રિલ, 2021ના રોજ બંધ થાય છે.

30 સપ્ટેમ્બર 2020 સુધીમાં, એમએમએફએલ પાસે મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાંથી કુલ મળીને Rs.1825.55 કરોડના 3,69,019 ગોલ્ડ લોન એકાઉન્ટ્સ હતા, જે તેની કુલ લોન્સ અને એડવાન્સિસમાં 97.27% હિસ્સો ધરાવતા હતા. 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા દરમિયાન તેની ચોખ્ખી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 0.59% હતી, જે માર્ચ 2020માં નોંધાયેલી 1.34% ચોખ્ખી નોન-પરફોર્મિંગ એસેટ્સ કરતા નીચી હતી.

આ કંપની અગાઉ કૌટુંબિક વ્યવસાય એન્ટરપ્રાઇઝનો ભાગ હતી, જેની સ્થાપના નિનાન મથાઈ મુથુટ્ટુએ 1887માં કરી હતી અને હવે તેની અધ્યક્ષતા ચેરવુમન અને પૂર્ણ કાલિન ડિરેક્ટર, નિઝ્ઝી મેથ્યુ કરે છે અને મેથ્યુ મુથુટ્ટુ તેના મેનેજિંગ ડિરેક્ટર છે.

ઇશ્યૂ હેઠળ આપવામાં આવતા એનસીડીના દરેક વિકલ્પોની શરતો નીચે આપેલી છે:

ઇશ્યૂની ચોખ્ખી ઉપજનો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને કંપનીની લોનો પરના વ્યાજ અને મૂડીની ચુકવણી/પૂર્વ ચુકવણી (ઓછામાં ઓછી 75%) અને બાકીના (25% સુધી) સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે.

25 માર્ચ, 2021ના પ્રોસ્પેકટસ દ્વારા ઓફર કરવામાં આવેલી સુરક્ષિત અને અસુરક્ષિત એનસીડીનું બીએસઈ પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.

ઇશ્યૂની લીડ મેનેજર વિવ્રો ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. વિસ્ટ્રા આઇટીસીએલ (ઇન્ડિયા) લિમિટેડ એ ડિબેન્ચર ટ્રસ્ટી છે અને લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂની રજિસ્ટ્રાર છે.

મુથૂટ્ટુ મિનિ ફાઇનાન્સિયર્સ લિમિટેડ એ આરબીઆઈમાં નોંધાયેલી થાપણ નહિ લેતી સોના પર ધિરાણ આપવાના ક્ષેત્રમાં પદ્ધતિસરની મહત્વપૂર્ણ એનબીએફસી છે, જે ઘરેલું સોનાના ઘરેણાં ગીરવી સામે નાણાં ધીરવામાં 2 દાયકાથી કાર્યરત છે. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં કંપનીની કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને ગોવા તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં 804 શાખાઓનું નેટવર્ક ફેલાયું હતું અને તેની વ્યવસાયિક કામગીરીમાં 3,205 વ્યક્તિઓને નોકરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.