Western Times News

Gujarati News

મુથૂટ ફાઇનાન્સ ભારતમાં એના તમામ કર્મચારીઓને નિઃશુલ્ક તબીબી સહાય પ્રદાન કરશે

કોચી, મુથૂટ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી ગોલ્ડ લોન એનબીએફસી છે. કંપની કોરોનાવાયરસથી પીડિત કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક ટેલીફોનિક અને વીડિયો કન્સલ્ટેશન પ્રદાન કરવા એના 35,000થી વધારે કર્મચારીઓ માટે કોવિડ-19 મેડિકલ સપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે. આ ઓનલાઇન મેડિકલ કન્સલ્ટેશનની વ્યવસ્થા કોઝેન્ચેરી અને પથનામથિટ્ટા ખાતે સ્થિત મુથૂટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા કરવામાં આવી છે.

આ ઓનલાઇન મેડિકલ સુવિધાનો લાભ મુથૂટ ફાઇનાન્સના ભારતમાં તમામ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો કોવિડ-19 સાથે સંબંધિત મેડિકલ સપોર્ટ અથવા ઇમરજન્સીનું સરળતાપૂર્વક સમાધાન કરવા માટે લઈ શકશે. આ મેડિકલ સર્વિસ સપોર્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને મેડિકલ પ્રોફેશનલ્સ પાસેથી ઓનલાઇન કન્સલ્ટેશન દ્વારા 24 કલાક કાર્યરત રહેશે.

મુથૂટ ફાઇનાન્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ અમારી આંતરિક ટેકનોલોજીથી સક્ષમ મેડિકલ સેવાઓ દ્વારા અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તબીબી ટેકો આપી કોરોનાવાયરસની હાલની બીજી લહેરમાં કામ કરવાનો છે, જે સંપૂર્ણ ભારતમાં 35000થી વધારે પરિવારોને સુરક્ષા પ્રદાન કરશે.”

મુથૂટ ફાઇનાન્સે આ તબીબી સહાય કંપની અને એના હિતધારકોની સ્થિતિ સારી જાળવવા માટે સતત કામ કરતા એના કર્મચારીઓને મદદ કરવાના ઉદ્દેશ સાથે પૂરી પાડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.