મુથૂટ ફાઇનાન્સ FY2021-22ના પ્રથમ નવ મહિનામાં નફો વધીને રૂ. 3,025 કરોડ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Muthoot-Finance-Branch-Image-1024x994.jpg)
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કુલ લોન એસેટ અંડર મેનેજમેન્ટ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 60,986 કરોડ થઈ
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં સ્વતંત્ર ધોરણે લોન એસેટ અંડર મેનેજમેન્ટ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 54,688 કરોડ થઈ
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં સ્વતંત્ર ધોરણે કરવેરાની ચુકવણી પછીનો નફો વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 2994 કરોડ થયો
મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી, જેમાં 31 ડિસેમ્બર, 2021ના અંતે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ઓડિટ ન થયેલા સ્વતંત્ર ધોરણે અને સંગઠિત ધોરણે પરિણામોનો વિચાર કરવામાં આવ્યો હતો અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના સંગઠિત પરિણામો
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 9 મહિનામાં મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની કુલ લોન એસેડ અંડર મેનેજમેન્ટ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 60,986 કરોડ થઈ હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 55,800 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 9 મહિનામાં કરવેરાની ચુકવણી પછીનો કુલ નફો વાર્ષિક ધોરણે 8 ટકા વધીને રૂ. 3,025 કરોડ થયો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 2,795 કરોડ હતો.
(Rs. in Crore)
Financial Performance | 9M FY22 | 9M FY21 | YoY % | Q3 FY22 | Q2 FY22 | QoQ % | Q1 FY22 | FY21 | YTD% |
Group Branch Network | 5,490 | 5,417 | 1% | 5,490 | 5,439 | 1 % | 5,443 | 5,451 | 1% |
Consolidated Gross Loan Assets of the Group | 60,896 | 55,800 | 9% | 60,896 | 60,919 | -0.04% | 58,135 | 58,280 | 4% |
Consolidated Profit of the Group | 3,025 | 2,795 | 8% | 1,044 | 1,003 | 4% | 1,007 | 3,819 | |
Contribution in the Consolidated Gross Loan Assets of the Group | |||||||||
Muthoot Finance Ltd | 54,667 | 50,088 | 9% | 54,667 | 55,102 | -1% | 52,493 | 52,394 | 4% |
Subsidiaries | 6,229 | 5,712 | 9% | 6,229 | 5,817 | 7% | 5,642 | 5,886 | 6% |
Contribution in the Consolidated Profit of the Group | |||||||||
Muthoot Finance Ltd | 2,989 | 2,708 | 10% | 1,028 | 992 | 4% | 969 | 3,700 | |
Subsidiaries | 36 | 87 | -59% | 15 | 10 | 50% | 10 | 119 |
આ પરિણામો પર ચેરમેન શ્રી જ્યોર્જ જેકોબ મુથૂટે કહ્યું હતું કે, “દેશ કોરોનાવાયરસ મહામારીની બીજી લહેરની અસરમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરતો હતો અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં ત્રીજી લહેરને કોવિડ-પૂર્વેના સ્તરની આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારા સામે આંચકો લાગ્યો હતો.
આ સ્થિતિ હોવા છતાં અમારી કંપનીએ લોન રિકવરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરતાં કુલ એયુએમ રૂ. 60,986 કરોડ હતી. જ્યારે ગયા વર્ષે એયુએમ રૂ. 55,800 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષમાં અમે કુલ એયુએમમાં 9 ટકાની વૃદ્ધિ કરી શક્યાં હતાં.
ઉપરાંત અમે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં રૂ. 3025 કરોડના કરવેરાની ચુકવણી પછીના કુલ નફામાં 8 ટકાની વૃદ્ધિ નોંધાવી શક્યાં હતાં. હવે કોવિડ પોઝિટિવિટી દરમાં ઘટાડો થવાની સાથે દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં સંપૂર્ણ સુધારો આશાવાદી જણાય છે. એટલે આર્થિક વૃદ્ધિમાં તબક્કાવાર વધારો થયો છે
અને ઉપભોક્તાઓને સમજાયું છે કે, ગોલ્ડ લોન્સ તમામ સ્થિતિમાં ઉપયોગી છે એટલે અમને ગોલ્ડ લોનમાં વૃદ્ધિને લઈને આશા છે. ઉપરાંત ભારતમાં મોટા પ્રમાણમાં ઘરોમાં ગોલ્ડ જ્વેલરી હોવાથી અમારા જેવી કંપની માટે ગોલ્ડ લોન ઉદ્યોગમાં વૃદ્ધિ માટે પ્રચૂર સંભવિતતા છે.”
મેનેજિંગ ડિરેક્ટર શ્રી જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું હતું કે,“બીજી લહેર પછી કોવિડ મહામારીની પકડમાં ધિરાણ ક્ષેત્ર જકડાયેલું હોવાથી અને ત્રીજી લહેરને કારણે મંદીને કારણે અમારું ધ્યાન લોનની રિકવરી પર, ખાસ કરીને ગોલ્ડ લોન સેગમેન્ટ પર કેન્દ્રિત હતું. આ સ્થિતિસંજોગોમાં ત્રિમાસિક ગાળામાં લોન વિતરણમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને ગોલ્ડ લોન્સમાં રિકવરીમાં 38 ટકાનો વધારો થયો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન અમે 3.81 લાખ નવા ગ્રાહકોને રૂ. 4,007 કરોડની નવી લોનની વહેંચણી કરી હતી અને 4.8 લાખ નિષ્ક્રિય ગ્રાહકોને રૂ. 4,426 કરોડની લોન આપેલી છે. ઉપરાંત કંપનીએ 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનાનાં ગાળામાં કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 2,994 કરોડ કર્યો હતો, જે 10 ટકા વધારે છે અને ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ગોલ્ડ લોન 9 ટકા વધીને રૂ. 54,215 કરોડ થઈ હતી. અમારી પેટાકંપનીનાં સંબંધમાં અમે સાવચેતીભર્યો અભિગમ જાળવી રાખ્યો હતો. માઇક્રો ફાઇનાન્સ, વ્હિકલ ફાઇનાન્સ અને હોમ લોન્સમાં કલેક્શન્સમાં સુધારો થયો છે. માઇક્રોફાઇનાન્સ અને શ્રીલંકામાં અણારી પેટાકંપનીઓએ તેમના લોન પોર્ટફોલિયોમાં ત્રિમાસિક ધોરણે અનુક્રમે 14 ટકા અને 8 ટકાની વૃદ્ધિ કરી હતી. અમને મોબાઇલ એપ, પીઓએસ, ઓનલાઇન ગોલ્ડ લોન, લોન એટ હોમ એપ વગેરે જેવી અમારી કેટલીક ડિજિટલ પહેલોના સંવર્ધિત વર્ઝનથી અમારી લોનમાં વૃદ્ધિની સુવિધાની અપેક્ષા છે અને અમે અમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખીશું.”
સ્વતંત્ર ધોરણે મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ અને એની પેટાકંપનીઓના પરિણામો
મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ (એમએફઆઇએન) લોન પોર્ટફોલિયોની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22ની પ્રથમ નવ મહિનામાં રૂ. 2,994 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ નવ મહિનામાં રૂ. 2726 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 10 ટકા વધારે છે.
નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 1029 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાંરૂ. 991 કરોડથી વાર્ષિક ધોરણે 4 ટકા વધારે છે. લોન એસેટ્સ રૂ. 54,688 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 50,391 કરોડથી વાર્ષિક ધોરણે 9 ટકા વધારે હતી.
મુથૂટ હોમફિન (ઇન્ડિયા) લિમિટેડ (એમએચઆઇએલ) સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. નાણાકીય વર્ષ 2021-22ની પ્રથમ નવ મહિનામાં લોનનો પોર્ટફોલિયો રૂ. 1,579 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22નાંત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કુલ આવક અનુક્રમે રૂ. 60 કરોડ અને રૂ. 152 કરોડ હતી.
નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કંપનીનો કરવેરાની ચુકવણી પછીનો નફો અનુક્રમે રૂ. 2 કરોડ અને રૂ. 3 કરોડ હતો. કુલ લોન એસેટની ટકાવારી સ્વરૂપે સ્ટેજ 3 એસેટ ઘટીને 31 ડિસેમ્બર, 2021ના રોજ 4.43 ટકા હતી, જે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 4.73 ટકા હતી.
મેસર્સ બેલ્સાટર માઇક્રોફાઇનાન્સ લિમિટેડ (બીએમએલ) આરબીઆઈની રજિસ્ટર્ડ માઇક્રો ફાઇનાન્સ એનબીએફસી છે અને પેટાકંપની છે, જેમાં મુથૂટ ફાઇનાન્સનો હિસ્સો 70.01 ટકા છે. લોન પોર્ટફોલિયો નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં વાર્ષિક ધોરણે 33 ટકા વધીને રૂ. 3,836 કરોડ હતો,
જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ નવ મહિનામાંરૂ. 2,886 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન લોન પોર્ટફોલિયોમાં રૂ. 482 કરોડનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કંપનીનો કરવેરાની ચુકવણી પછીનો નફો અનુક્રમે રૂ. 12 કરોડ અને રૂ. 16કરોડ હતો.કુલ લોન એસેટની ટકાવારી સ્વરૂપે સ્ટેજ 3 એસેટ ઘટીને 31 ડિસેમ્બર, 2021ના રોજ 5.54 ટકા હતી, જે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 3.61 ટકા હતી.
મુથૂટ ઇન્સ્યોરન્સ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ (એમઆઇબીપીએલ) વીમા ઉત્પાદનોમાં ઇરડા રજિસ્ટર્ડ ડાયરેક્ટર બ્રોકર છે અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જેનું કુલ પ્રીમિયમ કલેક્શન નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં અનુક્રમે રૂ. 134 કરોડ અને રૂ. 293 કરોડ હતું.
કુલ આવક નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં અનુક્રમે રૂ. 12 કરોડ અને રૂ. 29 કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કરવેરાની ચુકવણી પછીનો નફો અનુક્રમે રૂ. 8 કરોડ અને રૂ. 17 કરોડ હતો.
એશિયા એસેટ ફાઇનાન્સ પીલીએલ (એએએફ) શ્રીલંકામાં સ્થિત પેટાકંપની છે, જેમાં મુથૂટ ફાઇનાન્સનો 72.92 ટકા હિસ્સો છે. લોન પોર્ટફોલિયો વધીને એલકેઆર 1,577 કરોડ થયો હતો, જે ગયા વર્ષે એલકેઆર 1,331 કરોડ થયો હતો, જેમાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો થયો છે.
કુલ આવક નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં અનુક્રમે એલકેઆર 83 કરોડ અને એલકેઆર226 કરોડ હતી.કંપનીએ નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કરવેરાની ચુકવણી પછીનો નફો અનુક્રમે એલકેઆર 4 કરોડ અને એલકેઆર 7 કરોડ હતો.
મુથૂટ મની લિમિટેડ (એમએમએલ) ઓક્ટોબર, 2018માં મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની હતી. એમએમએલ એક આરબીઆઈ રજિસ્ટર્ડ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે, જે મુખ્યત્વે વાહનો માટે લોન આપવામાં સંકળાયેલી છે. કંપનીએ વાણિજ્યિક વાહનો અને ઉપકરણ માટે લોન આપી છે.
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિના માટે લોન પોર્ટફોલિયો રૂ. 236 કરોડ હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કરવેરાની ચુકવણી પછીનો નફો અનુક્રમે રૂ.10 કરોડ અને રૂ.34 કરોડ હતો.