મુનશીવાડા ગામે આઈશ્રીખોડિયાર માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો
ભિલોડા: મોડાસા તાલુકાના મુનશીવાડા ગામમાં આઈશ્રીખોડિયાર માતાજી મંદિરની ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થી સમગ્ર ગામ માં છેલ્લા બે દિવસ થી ગામ ભક્તિમય માં રંગાયું ગામ માં યુવાનો યુવતીઓ અને ગ્રામજનોએ એક જ કલર ના ડ્રેસ કોડ થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
આજે આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જ્યંતી ના પવિત્ર દિવસે ભવ્ય ભાવ પ્રતિષ્ઠા વૈદિક મંત્રોચ્ચાર કરી પ્રાણ પ્રતિષ્ઠા માં ગામના આગેવાન અને સાબરડેરી ના વાઈસ ચેરમેન જ્યંતીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્ક ના મેનેજિંગ ડિરેક્ટર અને પૂર્વ સરપંચ પંકજભાઈ એન પટેલ,શામળાજી વિષ્ણુ મંદિર ના મેનેજર કનુભાઈ પટેલ,નરેશભાઈ પટેલ એડવોકેટ અને ચિરાગભાઈ પટેલ સહિત ના ગ્રામજનોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જોડાયેલા હતા તેમજ આસપાસ ના સાત ગ્રામજનોએ ભક્તિ મય માં રંગાયું હતું