મુન્દ્રા પોર્ટ પર કન્ટેઈનરમાંથી ૫૦ કિગ્રાથી વધુ ડ્રગ્સ ઝડપાયું
મુન્દ્રા, કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક ઈમ્પોર્ટ કરવામાં આવેલા કન્ટેનરમાંથી ૫૦ કિગ્રા કરતાં પણ વધારે વજનનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે એક કન્ટેનર અટકાવીને તેની તપાસ હાથ ધરી હતી.
કન્ટેનરમાં મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતા આ કન્સાઈનમેન્ટમાંથી ૫૦ કિગ્રા કરતાં વધારે વજન ધરાવતો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ કન્ટેનર ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્દ્રા પહોંચ્યું હતું અને ડ્રગ્સના સેમ્પલને નાર્કોટિક્સ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.તપાસ બાદ તે હેરોઈન છે કે અન્ય કોઈ ડ્રગ તે અંગેનો ખુલાસો થઈ શકશે. આ સાથે જ કન્ટેનરમાં રહેલા સમગ્ર જથ્થાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.ss3kp