મુરૈનામાં ચાર વર્ષની બાળકી ઉપર રેપ કરી હત્યા કરી
ભોપાલ, મધ્યપ્રદેશમાં મુરૈના જીલ્લામાં ચાર વર્ષની બાળકી પરં કહેવાતી રીતે બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે આરોપી આ પહેલા મૃતક બાળકીની કાકીના બળાત્કારના આરોપમાં છ મહીનાથી જેલની સજા બાદ કેટલાક દિવસ પહેલા જામીન પર મુકત થઇ ગામમાં પરત ફર્યો હતો. આ ધટનાથી ગામમાં ભારે રોષ ફેલાયો છે અને નારાજ પરિવારજનોએ આરોપીને ફાંસી આપવાની માંગને લઇ સબલગઢમાં ચક્કાજામ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સબલગઢના એક ગામમાં ચાર વર્ષની બાળકી ગુમ થઇ હતી પરિવારજનોએ તેને શોધી પરંતુ કોઇ માહિતી મળી નહીં અને તેનું શબ થોડા કલાકો બાદ તેના ઘરથી લગભગ ૨૦૦ મીટર દુર એક ખેતરમાં મળી આવ્યું હતું તપાસ કરતા આરોપી બાળકીની કાકીની સાથે બળાત્કારના મામલામાં જામીન પર આવેલ વ્યક્તિએ જ બાળકીની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેની હત્યા કરી દીધી આરોપીએ પુછપરછમાં પોતાનો ગુનો કબુલ કર્યો છે તેની સાથે એસસીએસટી એકટ હેઠળ મામલો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.પીડિત પરિવારજનોએ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી તેવી માંગ કરી ચક્કાજામ કર્યો હતો.HS