Western Times News

Gujarati News

મુલદ ડમ્પીંગ સાઈડના પાલિકા સુપરવાઈઝરના કૌભાંડનો ઓડિયો અને વિડીયોનો વિવાદ વકર્યો

પર્યાવરણ પ્રેમીઓએ કલેકટરને રજૂઆત કરી તો કોંગ્રેસે પાલિકા પ્રમુખની કેબીન ગજવી : અધિકારીઓ અને પદાધિકારીઓને વહીવટ અપાતો હોવાનો ઓડિયો અને વિડીયોએ ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડ્યો.

જીપીસીબીને વહીવટ ચૂકવાતો હોવાના પગલે પર્યાવરણ પ્રેમીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો

નગર પાલિકા ના સેનેટરી ચેરમેન સતીષ મિસ્ત્રી જે ભાજપ ના નગર સેવક છે તેઓ નો વહીવટ હોવાનો ઓડિયો અને વિડીઓમાં કેદ-  નગર પાલિકા માં ખીચડી ખાઈ ગયા અને કચરો પણ ખાઈ ગયા ના નારા થી પાલિકા ગજવી મૂકી. 


ભરૂચ: ભરૂચ નગર પાલિકા હરહમેંશા કૌભાંડો ની વમળ માં ઘેરાઈ રહ્યુ છે ત્યારે હવે કાસદ કચરા કૌભાંડ બાદ મુલદ ની ડમ્પીંગ સાઈડ પર ભાજપના જ નગર સેવક નો ભ્રષ્ટાચાર સામે આવતા ડમ્પીંગ સાઈડ ના સુપરવાઈઝર યુસુફ ધોરાટ નો ઓડીઓ અને વિડીયો સામે આવતા પાલિકા નો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા જ પર્યાવરણ પ્રેમીઓ અને વિપક્ષ માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભરૂચ નગર પાલિકા સો પ્રથમ કાસદ કચરા કૌભાંડ તથા કઢી ખીચડી કૌભાંડ અને હવે મુલદ ડમ્પીંગ સાઈડના રૂપિયા ઉધારાણી ના કૌભાંડ સામે આવતા ભરૂચ નગર પાલિકા ભ્રષ્ટાચાર થી ખદબદતી હોવાની ઘટના ઓ સામે આવી છે.ત્યારે મુલદ ડમ્પીંગ સાઈડ માં કચરો ઠાલવવા ૫ હજાર અને કંપની નો વેસ્ટ ઠાલવવા ૨ હજાર મળી ૭ હજાર રૂપિયા ચુકવવા પડે અને આમાં બધા નું  સેટિંગ છે.જીપીસીબી ને પણ વહીવટ આપીએ છીએ.

એટલે આજદિન સુધી એમની તાકાત નથી કે નોટીસ આપે.અમારા ભરૂચ નગર પાલિકા ના ભાજપ ના નગર સેવક સતીષભાઈ મિસ્ત્રી સેનેટરી ના ચેરમેન છે તેઓ નો જ આ બધો વહીવટ છે.આવા ઓડિયો અને વિડીયો ના અહેવાલો મીડિયા માં પ્રકાશિત થતા જ પાલિકા તંત્ર નું વધુ એક કોભાંડ સામે આવતા વિપક્ષીઓ લાલ ધૂમ બન્યા છે.

ભરૂચ નગર પાલિકામાં કોંગ્રેસ શહેર સમિતિ ના પ્રમુખ વિક્કી સોખી સહીત વિપક્ષ ના સભ્યો એ મીડિયા ના અહેવાલો અને ઓડિયો વિડીયો ની ચકાસણી બાદ પાલિકા ના કોભાંડ સામે અવાજ ઉઠાવી પાલિકા ના પ્રમુખ ની કેબીન ગજવી મૂકી હતી.

તો સમગ્ર ઓડિયો અને વિડીયો મજાક માં થયો હોવાનું ચીફ ઓફિસરે જણાવતા સ્થળ ઉપર જેને સ્ટીંગ ઓપરેશન કર્યું છે તેને પણ પોતાની પ્રતિક્રિયા ઓ મીડિયા સમક્ષ રજુ કરી હતી.તેઓ એ સ્પષ્ટ જણાવ્યું હતું કે અમો એ પોતે ડમી ગ્રાહક બની અમારે કચરો ઠાલવવો હોય તો કેવી રીતે પરવાનગી લેવાની હોય છે અને તેઓ એ સ્પષ્ટ જણાવ્યું છે કે પરવાનગી ની કોઈ જરૂર નથી.બસ તમારે કચરો અને કંપની નો વેસ્ટ લઈને આવો અને એડવાન્સ ૩ હજાર રૂપિયા આપવા પડે.જે બાબતે સ્ટીંગ કરનારે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજુ કરી હતી.શું છે પ્રતિક્રિયા નિહાળો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગર પાલિકા કોભંડો ની હબ બની ગયું છે ત્યારે ભરૂચ નગર પાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ રૂપિયા કમાવા માં મગ્ન બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.કાસદ કચરા કૌભાંડ પણ પાલિકા ના કોઈપણ જાત ના ઠરાવ વિના ધમધમતું હતું જેને પણ મીડિયા એ ખુલ્લું પાડ્યું હતું અને આ કૌભાંડ પણ પાલિકા ના સેનેટરી ના ચેરમેન ના આશીર્વાદ થી ધમધમતું હોવાના આક્ષેપ પણ થયા હતા.ત્યારે તાજેતર માં જ મુલદ ની ડમ્પીંગ સાઈડ નો ભ્રષ્ટાચાર નો કૌભાંડ સામે આવતા ભરૂચ નગર પાલિકા ના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પદાધિકારીઓ ના હોંશ ઉડી ગયા છે.

વિપક્ષીઓ એ કરેલા આક્રોશ માં ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર ને આડે હાથ લેતા પાલિકા એ ભ્રષ્ટાચાર નું હબ બની ગયું હોવાના આક્ષેપ સાથે પાલિકા પ્રમુખ ની કેબીન ગજવી મૂકી હતી.


પાલિકા ના કોભાંડ મુદ્દે સોમવારે કલેકટર ને રજૂઆત કરાશે : સેજલ દેસાઈ  
ભરૂચ નગર પાલિકા નું એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યુ છે અને ભરૂચ નગર પાલિકા એક કૌભાંડ નું હબ બની ગયુ છે.જેમાં પ્રથમ રોડ માં ગોબાચારી,ગાબડા પુરવામાં ગોબાચારી,કાસદ કચરા કૌભાંડ,કઢી ખીચડી કૌભાંડ અને હવે મુલદ ડમ્પીંગ સાઈડ માં કચરો અને કંપની વેસ્ટ ઠાલવવા માટે પદાધિકારીઓ ને રૂપિયા ની લેતીદેતી ના ઓડિયો અને વિડીયો સામે આવતા ભરૂચ નગર પાલિકા એક કોભાડો નું હબ બની ગયુ હોય તે મુદ્દે સોમવારે ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે અને અધિકારીઓ અને પદાધિકારીઓ ને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠવામાં આવશે.

જીપીસીબી પણ વહીવટ લેતું હોવાના વિડીયો ના પગલે પર્યાવરણ પ્રેમીઓ મેદાન માં.
રેલ્વેના જીપ્સમ પાવડર માં પણ જીપીસીબી ના અધિકારીઓ નું સેટિંગ હોવાની ચર્ચા. ભરૂચ નર્મદા નદી પ્રદુષિત થઈ રહી છે અને તેની પાછળ જવાબદાર છે જીપીસીબી.કારણકે જીપીસીબી અધિકારીઓ નું પણ ઉદ્યોગપતિઓ સાથે સેટિંગ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.રેલવેના જીપ્સમ પાવડર બાબતે પણ જીપીસીબી એ માત્ર નોટીસ આપી પરંતુ મુલદ ની ડમ્પીંગ સાઈડ નો જે સ્ટીંગ વિડીયો સામે આવ્યો છે.તેમાં જીપીસીબી ને પણ વહીવટ ચૂકવાતો હોવાની ઘટના સામે આવતા જીપીસીબી ને બિરલા કોપર કંપની ના જીપ્સમ પાવડર મુદ્દે મોટું ભારણ ચુકવતી હોવાનું સામે આવતા સોમવારે જીપીસીબી ના ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કલેકટર ને લેખિત માં રજૂઆત કરવામાં આવનાર છે તેમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના સેજલ દેસાઈ એ જણાવ્યું હતુ.

પ્રકૃતિ સુરક્ષા મંડળે પણ કલેકટર ને ફરિયાદ કરી.
મુલદ ડમ્પીંગ સાઈડ નું કૌભાંડ સામે આવ્યું છે જેમાં કંપની નો વેસ્ટ ઠાલવવા માટે રૂપિયા ૨ હજાર નો વહીવટ અંગે નો સ્ટીંગ વિડીયો સામે આવ્યો છે.જેમાં જીપીસીબી ને પણ વહીવટ ચૂકવાતો હોવાનું સ્ટીંગ વિડીયો સામે આવતા સમગ્ર કૌભાંડ ની તલસ્પર્શી તપાસ થાય અને ભ્રષ્ટાચારી જીપીસીબી ના અધિકારીઓ સામે પગલા લેવાય તે અંતે અંકલેશ્વર ની પ્રકૃતિ સુરક્ષા મંડળ ના પ્રમુખ સલીમ પટેલે લેખિત માં ફરિયાદ કલેકટર ને કરી છે.

સમગ્ર કૌભાંડ મુદ્દે તપાસ સમિતિ બેસાડવામાં આવશે : ચીફ ઓફિસર સંજય સોની
મુલદ ડમ્પીંગ સાઈડ ના ડમ્પીંગ સુપરવાઈઝર યુસુફ ધોરાટનું જે કથિત ઓડિયો અને સ્ટીંગ વિડીયો સામે આવ્યો છે જેના મુદ્દે કોંગ્રેસ રજૂઆત કરી છે અને સમગ્ર મુદ્દે તપાસ સમિતિ ની નિમણુંક કરવામાં આવી છે અને તે સમિતિ માં વિપક્ષ નો પણ એક સભ્ય જોડવામાં આવશે અને સમગ્ર કૌભાંડ ની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય રીતે પગલા ભરવામાં આવશે તેવું રટણ ચીફ ઓફિસર સંજય સોનીએ મીડિયા સમક્ષ કર્યું હતુ.

નગર પાલિકા ના ચુંટણી પૂર્વે જ પાલિકા ના કૌભાંડો સામે આવતા મતદારો માં કુતુહલ.
ભરૂચ નગર પાલિકા ની ચુંટણી નજીક આવી રહી છે.આઠ મહિના બાદ નગર પાલિકા ની ચુંટણી થનાર હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ભરૂચ નગર પાલિકા ના એક પછી એક કૌભાંડો સામે આવતા અને તેમાં પણ નગર સેવકો ના રૂપિયા કમાણી ના કૌભાંડો બહાર આવતા હવે મતદારો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.કે નગર સેવકો મતદારો ના મત થી નગર સેવક બની કરોડપતિ બની રહ્યા છે.ત્યારે આવા કૌભાંડો આવનાર સમય માં ભાજપને વિપક્ષ માં બેસાડે તો કોઈ નવી નહિ તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.