મુસલમાનો પર અત્યાચારને લઇ યુએનમાં ૩૯ દેશોએ ચીનને ધેર્યું
સંયુકતરાષ્ટ્ર, સંયુકત રાષ્ટ્રમાં ચીનની ભારે બેઇજ્જતી થઇ છે લગભગ ૪૦ દેશોએ શિનજિયાંગ અને તિબેટમાં લઘુમતિ સમૂહો પર અત્યાચારને લઇ ચીનને ઘેર્યું તો હોંગકોંગમાં નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનુનના માનવાધિકારો પર પડનાર ખરાબ અસર પર ચિંતા વ્યકત કરવામાં આવી અમેરિકા,અનેક યુરોપીય દેશો જાપાન અને અન્યને ચીને કહ્યું કે તે સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ મિશેલ બેચલેટ અને સ્વતંત્ર નીરીક્ષકોને શિનજિયાંગમાં અવરોધ વિના જવા દે આ સાથે જ ઉઇગર મુસલમાનો અને લધુમતિ સમુદાયના અન્ય સભ્યોને કેદમાં નાખવાનું બંધ કરે.
સંયુકત રાષ્ટ્ર મહાસભાના માનવાધિકાર સમિતિની એક બેઠકમાં ૩૯ દેશોએ સંયુકત રીતે જારી નિવેદનમાં ચીનને કહ્યું કે હોંગકોંગની સ્વાયતતા આઝાદીના અધિકારને બહાલ કરવામાં આવે અને ત્યાંની ન્યાયપાલિકાની સ્વતંત્રતાનું સમ્માન કરવામાં આવે સંયુકત રાષ્ટ્રમાં જર્મનીના રાજદુત ક્રિસટોફ હેયુસગેન તરફથી આ નિવેદન વાંચ્યા બાદ તરત જ પાકિસ્તાને ચીનના દેવામાં ફસાયેલ ૫૫ દેશો તરફથી ડ્રેગનનો બચાવ કર્યો અને હોંગકોંગમાં હસ્તક્ષેપનો વિરોધ કર્યો
તેમાં કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્ર ચીનનો હિસ્સો છે અને રાષ્ટ્રીય સુરક્ષા કાનુન એક દેશ બે સિસ્ટમને સુનિશ્ચિત કરશે ત્યારબાદ કયુબાએ ૪૫ દેશો તરફથી નિવેદન વાંચતા ચીનના આંતક અને કટ્ટરતાની વિરૂધ્ધ ઉઠાવવામાં આવેલ પગલાને સમર્થન કર્યું એ યાદ રહે કે ચીન આજ નામ પર દેશમાં ઉઇગર મુસલમાનોને પરેશાન કરી રહ્યું છે.
એક બીજાના વિરોધી નિવેદન ચીન અને પશ્ચિમી દેશો વચ્ચે માનવાધિકારને લઇ તનાવને રેખાંકિત કરે છે આ મુદ્દાને લઇ અમેરિકા અને ચીનની વચ્ચે તનાવ વધી ગયો છે આ ઉપરાંત કોવિડ ૧૯ મહામારી વ્યાપર અને સાઉથ ચાઇના સીમાં બીજીંગના એકશનને લઇ ટકરાવ ચરમ પર છે.
૩૯ દેશોએ શિનજિંયાગમાં મોટી સંખ્યામાં હાજર પોલિટકલ રી એજયુકેશન કેમ્પો પર ચિંતા વ્યકત કરી જેને લઇ વિશ્વસનીય રિપોર્ટ છે કે તેમાં ૧૦ લાખથી વધુ મુસલમાનોને કેદ કરી રાખવામાં આવ્યા છે. આ માનવાધિકારોને પુરી રીતે કચડવામાં આવી રહ્યું છે. વિશેષ નિગરાનીથી ઉઇગર મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને જબરજસ્તી નસબંધીના રિપોર્ટ છે.HS