મુસાફરોને હથીયાર બનાવી લુંટ ચલાવતાં શખ્શની ધરપકડઃ ક્રાઈમ બ્રાંચને મળી સફળતા
અમદાવાદ: રીક્ષામાં મુસાફરનાં સ્વાગમા ગોઠવાઈને નાગરીકોને અવાવરું જગ્યાએ લઈ જઈ છરા બતાવી માર મારી લુટ કરવાની ઘટનાઓ વારંવાર સામે આવી છે આવી ગેંગો ખાસ કરીને રેલ્વે સ્ટેશનમાં એસટી તથા બસ સ્ટેન્ડમાં જેવી જગ્યાએ વધુ સક્રીય હોય છે અસંખ્ય ઘટનાઓ નાગરીકો સાથે આવા બનાવો બનતા લોકોમાં રોષ પ્રગટ્યો હતો.
બીજી તરફ આવી રીક્ષામાં આવતી લુંટારૂ ગેંગોને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ પણ શક્રિય હતી જેના પગલે રીક્ષામાં લુટ ચલાવતી ગેગના એક સભ્યને ક્રાઈમબ્રાંચે ઝડપી લેતા છ જેટલાં ગુનાઓનાં ભેદ ઉકેલ્યા છે.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.એસ. સુવેરાની ટીમ લીટુની ઘટનાઓની ફરીયાદ મળતા સમગ્ર શહેરમાં સક્રીય હતી ત્યારે આવા જ ગુનાઓમમાં સંડોવાયેલા એક રીઢો આરોપી શહેર કોટડામાંથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી આ બાતમી મળતા જ ગુરુવારે પીઆઈ સુવેરાની ટીમ શહેર કોટડામાં વોચમા ગોઠવાઈ હતી.
જ્યાંથી મહેશ માનવાલા રહે તલાવડીના છાપરાં આઈઓસી રોડ ચાંદખેડા પસાર થતાં જ તેને ઝડપી લેવાયો હતો કડક પુછપરછ કરવામા આવતા તેણે કેટલાંક ગુના કબુલ કર્યા હતા સઘન તપાસમાં અગાઉ મારામારી તથા લુંટની ઘટનામાં સંડોવાયેલા મહેશ વિરુદ્ધ શહેરકોટડામાં ત્રણ શાહીબાગ બાપુનગર અને કાલુપુરમાં એક એક ફરીયાદ થઈ હોવાનું ખુલ્યુ છે ઝડપાયેલા મહેશ પાસેથી પોલીસે એક છરો કબ્જે કર્યો છે તેના સાગરીતો અને લુંટનો મુદ્દામાલ કોને વેચતો હતો એ અંગે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.