મુસ્લિમો પર અત્યાચારને લઇ સંયુક્ત રાષ્ટ્ર મૌન છેઃ ઇમરાન
વૈશ્વિક સમુદાય મૌન રહેવાથી લાંબાગાળે સમગ્ર દુનિયા પર અસર થશે ઃ સંઘ પર ઇમરાન ખાન દ્વારા તીવ્ર પ્રહાર
ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને એક પછી એક પગલા લેવાની શરૂઆત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હવે ઇસ્લામિક કાર્ડ રમીને કહ્યું છે કે, મુસ્લિમો પર અત્યાચારને લઇને સંયુક્તરાષ્ટ્ર મૌન પાળે છે.
કાશ્મીરના મુદ્દા ઉપર આજે રાષ્ટ્રને સંબોધન કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે જ્યારે પણ મુસ્લિમો પર અત્યાચાર થાય છે ત્યારે સંયુક્તરાષ્ટ્ર મૌન રહે છે. વૈશ્વિક સમુદાય પર પોતાની નારાજગી વ્યક્ત કરતા ઇમરાને કહ્યું હતું કે, જા કાશ્મીરમાં મુસ્લિમો ન રહ્યા હોત તો સમગ્ર દુનિયામાં હોબાળો મચી ગયો હતો જેને અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી તીરે કહીએ છીએ. જેને અમે સંયુક્ત રાષ્ટ્ર કહીએ છીએ તે મુસ્લિમો ઉપર અત્યાચારને લઇને શાંત રહે છે. બાલાકોટમાં ભારતીય સેનાની કાર્યવાહીને લઇને પણ એક વખતે ઇનકાર કરનાર ઇમરાને કહ્યું હતું કે, ભારત હવે બાલાકોટની જેમ જ પોકમાં પણ કંઇપણ કરી શકે છે. ઇમરાને કહ્યું હતું કે, સંઘના લોકો આની સાથે જાડાયેલા છે.
સંઘની વિચારધારાને સમજવાની જરૂર છે. આ નફરતથી જન્મેલી પ્રજા છે જે હિન્દુઓને શ્રેષ્ઠ ગણે છે. ઇમરાને કહ્યું હતું કે, આરએસએસ મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવીને રાખવા માટે ઇચ્છુક છે. સમગ્ર દુનિયા નિહાળી રહી છે કે, કાશ્મીરમાં શું થઇ રહ્યું છે. ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કાશ્મીરના મુદ્દા ઉપર વૈશ્વિક સંસ્થાની વાર્ષિક બેઠકમાં ફરીવાર આ મુદ્દાને ઉઠાવવામં આવશે. ઇમરાને કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દા ઉપર યુરોપના નેતાઓ, ટ્રમ્પ અને ઇસ્લામિક દેશોના નેતાઓને વાત કરવામાં આવી છે. જા આજે દુનિયા કાશ્મીરીઓ માટે ઉભી થશે નહીં તો આની અસર દુનિયા પર થશે.