મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની હાઈસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પવૅની ઉજવણી કરવામાં આવી

(બકોર પટેલ મોડાસા) સાકરિયા: અરવલ્લી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમા અગ્રેસર એવી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની હાઈસ્કૂલ કેમ્પસ ખાતે ૭૪ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા ના જોઇન્ટ સેકૅટરી કાદરઅલી સૈયદ ના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યકૃમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દેશવાસીઓ ને સ્વાતંત્ર્ય દિન ની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની એકતા અખંડિતતા માટે ખભેખભા મિલાવી દેશના પડખે રહેવાનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે સંસ્થા ના.પ્રમુખ બાબુભાઇ ટાઢા ,ઉપપ્રમુખ જીવાભાઇ ખાનજી, સેકૅટરી સલીમભાઈ ખોખર, પ્રાથમિક ના ચેરમેન ઝુલ્ફીભાઇ મનવા, મુસ્તુફાભાઇ કાકરોલીયા, આચાર્ય સુલતાન મલેક,શાળા પરિવાર ના શિક્ષકગણ હાજર રહયા હતા. આભાર વિધિ એમ.પી.મનસુરી એ કરી હતી.