મુસ્લિમ પિતા અને શીખ માતાની દીકરી હોવાનું મને ગૌરવ : સારા અલી ખાન

સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ અને પટૌડીના નવાબ છે
સારા અલી ખાનને કેદારનાથ અને અન્ય દેવી-દેવતાઓના મંદિરોમાં જવા બદલ ઘણીવાર યુઝર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી છે
મુંબઈ,સારા અલી ખાનને કેદારનાથ અને અન્ય દેવી-દેવતાઓના મંદિરોમાં જવા બદલ ઘણીવાર યુઝર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી છે. લોકો ઘણીવાર તેમની ધાર્મિક સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા હતા અને તેમની ટીકા કરવામાં પણ શરમાતા નહોતા. પણ સારાને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેણીએ આ પહેલા પણ કહ્યું છે, અને હવે તેણીએ ફરીથી તેના વિશે વાત કરી છે. સારાએ ખુલાસો કર્યાે છે કે તે મળેલા નફરતનો સામનો કેવી રીતે કરે છે. તેણીએ એ પણ જણાવ્યું કે મુસ્લિમ પિતા અને શીખ માતાની પુત્રી હોવું કેવું હોય છે.
તેમનું બાળપણ કેવું હતું?સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ અને પટૌડીના નવાબ છે, જ્યારે અમૃતા સિંહ શીખ છે. લગ્ન સમયે અમૃતાએ ઇસ્લામ સ્વીકાર્યાે હતો, પરંતુ પોતાનું નામ બદલ્યું ન હતું. આજે પણ, પરિવારમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્માેનું સન્માન કરવામાં આવે છે અને બધા તહેવારો ઉજવવામાં આવે છે.સારાએ કહ્યું, ‘હું ખૂબ નાની હતી, સ્કૂલમાં ભણતી હતી. અને જ્યારે મારા માતા-પિતાના લગ્ન થયા અને અમે સાથે વિદેશ જતા, ત્યારે પણ હું હંમેશા વિચારતી… અમૃતા સિંહ, સૈફ પટૌડી, સારા સુલતાના, ઇબ્રાહિમ અલી ખાન, શું ચાલી રહ્યું છે? આપણે કોણ છીએ? અને મને યાદ છે કે મેં મારી મમ્મીને પૂછ્યું હતું કે, હું શું છું? તેણે મને કહ્યું કે તું ભારતીય છે.
અને હું આ ક્યારેય નહીં ભૂલીશ.જ્યારે સારાને તેની માતા અમૃતા સિંહની શીખ પૃષ્ઠભૂમિ અને પિતા સૈફના મુસ્લિમ ધર્મ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, ‘આપણે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છીએ અને મને લાગે છે કે આ બધી વિભાવનાઓ, આ બધી સીમાઓ લોકો દ્વારા બનાવવામાં અને ચાલાકી કરવામાં આવે છે અને હું તેનું પાલન કરતી નથી.સારા અલી ખાને આગળ કહ્યું, ‘હું તેને એટલું મહત્વ આપતી નથી જેટલું કોઈ અન્ય વ્યક્તિ આપી શકે છે.’ મને ટ્રોલથી પરેશાની થાય છે, પણ મેં નકારાત્મકતાને અવગણવાનું શીખી લીધું છે. બીજાઓના વિચાર બદલવાનો પ્રયાસ કરવો એ મૂર્ખામીભર્યું કામ છે. મારે તેને અવગણવું પડશે.