Western Times News

Gujarati News

મુસ્લિમ વેલ્ફેર કમિટી ખેડા જિલ્લાનો ૩૮મો ઈનામ વિતરણ સમારંભ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ધોરણ-૧૦-૧૨ તથા સ્નાતક અનુસ્નાતક કક્ષાએ પરીક્ષામાં જ્વલંત સફળતા હાંસીલ કરનાર તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાનો કાર્યક્રમ અસદઅહેમદ ખોખરના અધ્યક્ષ સ્થાને સંતરામ સભાગૃહ નડિયાદ ખાતે યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે મોટીવેશન સ્પીકર ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ડો.નિલોફર શેખે સન્માનિત વિદ્યાર્થીઓને સફળતા માટે હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારર્કિદીની શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના પ્રમુખ જનાબ મુજમ્મીલખાન પઠાણે સ્વાગત પ્રવચન સૌ મહેમાનો અને આમંત્રિતોને આવકાર્યા હતાં.

સામાજીક અને શિક્ષણક્ષેત્રે સરાહનીય કામગીરી અને યોગદાન આપવા બદલ ૭૬ વર્ષીય યુસુફકાકા ડમણીનું શાલ તથા પ્રશસ્તિપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નગર નડિયાદનું નામ રોશન કરનાર મો.અલ્ફાઝ નાઝીમ મીયાં મલેક તથા મેડીકલમાં પ્રવેશ મેળવનાર દિકરી સીમરન મો.સલીમ દિવાનનું વિશિષ્ટ સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિ. કાઉન્સિલર માસ્ટર કાકા, હાજી ઉસ્માનગની વોરા, કાદીર નાનજી, ફીરોઝભાઈ માસ્ટર, ઈદ્રીશ મુશા તથા મીડીયા કર્મીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કું સાલેહા શાભાઈએ કર્યું હતું. મહેમાનો પરિચય સંસ્થાના મંત્રી ઈકબાલભાઈ મેમણે આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા કારોબારી સભ્યો હફીઝભાઈ મલેક, ઈમ્તીયાઝ વૈદ્ય, રૂકનુદ્દીન કાદરીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી સંસ્થાના ઉપપ્રમુખ સલીમભાઈ ડૂચે કરી હતી. રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ સંપન્ન થયો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.