મૂડ ઑફ ધ નેશન સર્વે : નરેન્દ્ર મોદી ફરીથી બન્યા દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી, બીજા નંબરે વાજપેયી
નવીદિલ્હી, કોરોના સંકટ હોય કે પછી ચીન સાથે સીમા વિવાદ, પ્રધાનમંત્રી મોદી પર વિપક્ષ સતત હુમલાવર છે પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. આજતક-કર્વી ઈનસાઈટ્સ તરફથી કરાવવામાં આવેલ મૂડ ઑફ ધ નેશન સર્વે અનુસાર નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી ચૂંટવામાં આવ્યા છે. હાલમાં જ કરાયેલ મૂડ ઑફ ધ નેશન સર્વેમાં ૬૬ ટકા લોકોનુ માનવુ છે કે નરેન્દ્ર મોદી જ ભારતના આગલા પ્રધાનમંત્રી હોવા જોઈએ. નરેન્દ્ર મોદી ભારતના અત્યાર સુધીના સૌથી સારા પ્રધાનમંત્રી મૂડ ઑફ ધ નેશન સર્વેક્ષણમાં ૪૪ ટકા ઉત્તરદાતાઓએ કહ્યુ કે નરેન્દ્ર મોદી ભારતના અત્યાર સુધીના સૌથી સારા પ્રધાનમંત્રી રહ્યા છે. બીજા સ્થાને અટલ બિહારી વાજપેયીએ ૧૪ ટકા મતો મેળવ્યા છે જ્યારે ઈન્દિરા ગાંધીએ ૧૨ ટક મતો સાથે ત્રીજુ સ્થાન મેળવ્યુ છે. વળી, જવાહરલાલ નહેરુ અને મનમોહન સિહને ૭ ટકા મત મળ્યા અને લાલ બહાદૂર શાસ્ત્રીને ૫ ટકા લોકોનુ સમર્થન મળ્યુ.
મૂડ ઑફ ધ નેશન સર્વેમા પહેલા રેંકની લડાઈમાં મુખ્ય રીતે પ્રધાનમંત્રી મોદી અને ઈન્દિરા ગાંધી વચ્ચે હતી. જો કે આ વખતે અટલ બિહારી વાજપેયીને બીજુ સ્થાન મળ્યુ. નરેન્દ્ર મોદીને અત્યાર સુધી ૧૦માંથી ૭ રાઉન્ડમાં સર્વશ્રેષ્ઠ પીએમ માનવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦ના મૂડ ઑફ ધ નેશન સર્વેમાં નરેન્દ્ર મોદી ૩૪ ટકા મતો સાથે દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી તરીકે ઉભર્યા હતા. સર્વેક્ષણમાં ઈન્દિરા ગાંધીએ મોદીને ૧૬ ટકા મતોથી પાછળ કર્યા ત્યારબાદ એબી વાજપેયીને ૧૩ ટકા, જવાહરલાલ નહેરુને ૮ ટકા અને પછી રાજીવ ગાંધીને ૫ ટકા મતો સાથે ચૂંટવામાં આવ્યા. ૨૦૧૯માં રાહુલ ગાંધીને સૌથી વધુ ૫૨ ટકા મત મળ્યા હતા જાન્યુઆરીમાં ૨૦૧૯માં પ્રધાનમંત્રી પદના દાવેદાર માટે કરવામાં આવેલા સર્વેમાં રાહુલ ગાંધીને સૌથી વધુ ૫૨ ટકા મત મળ્યા હતા. આજતક માટે મૂડ ઑફ ધ નેશન સર્વે દિલ્લી સ્થિત માર્કેટ રિસર્ચ એજન્સી કર્વી ઈનસાઈટ્સ લિમિટેડે કર્યો જેમાં ૧૨,૦૨૧ લોકો સાથે વાત કરવામાં આવી. આ ૧૨.૦૨૧ લોકોમાંથી ૬૭ ટકા લોકો ગ્રામીણ જ્યારે બાકીના ૩૩ ટકા શહેરી લોકો હતો. સર્વેમાં ૧૯ રાજ્યોની કુલ ૯૭ લોકસભા અને ૧૯૪ વિધાનસભા સીટો માટે લોકોને શામેલ કરવામાં આવ્યા.HS