મૃણાલ ઠાકુરે ફેશન વીકમાં પોતાનો હાથ અજમાવ્યો
મુંબઈ: લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલમાં ‘સુપર ૩૦’માં ઋત્વિક રોશનની હિરોઈન રહેલી એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો જલવો જોવા મળ્યો. તેણે બેક ટૂ બેક એવા ઘણા સ્ટાઈલિશ સિલ્હૂટ્સ પર પોતાનો હાથ અજમાવ્યો, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. ડિઝાઈનર લહેંગો, ક્લાસિક ડ્રેપ્ડ સાડી અને હેવી એમબ્લિશ્ડ ગાઉન અને કો-ઓર્ડસ સેટમાં જોવા મળેલી મૃણાલ ઠાકુરને આમ તો તમે ઘણા આઉટફિટ્સમાં જોઈ હશે, જેમાં સ્ટાઈલ જોવા લાયક હોય છે.
પરંતુ, તાજેતરમાં જ જ્યારે એક્ટ્રેસ ફેમસ ફેશન ડિઝાઈનર સાક્ષા એન્ડ કિન્ની માટે રેમ્પ પર આવી તો તેની સ્ટાઈલ લોકોને કંઈ ખાસ પસંદ ન આવી. એક્ટ્રેસનો સ્ટાઈલિશ ડ્રેસ લોકોને પસંદ ન આવ્યો અને તેની કિંમતે પણ બધાને ચોંકાવી દીધા. લેકમે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં એક તરફ મૃણાલ ઠાકુરે પુનીત બલાના અને રિમઝિમ દાદૂના કલેક્શનને પહેરીને પોતાનો જલવો બતાવ્યો, તો બીજી તરફ તે સાક્ષા એન્ડ કિન્નીના લેબલ માટે શો-સ્ટોપર તરીકે સામે આવી.
પોતાના ડેબ્યૂ વોક માટે ઘણી ઉત્સાહિત મૃણાલ ઠાકુરે વણઝારા અને બાંધણી પ્રિન્ટનું સમર્થન કર્યું, જેના માટે તેણે પોપલિન જેકેટની સાથે શિફોન સ્કર્ટની પસંદગી કરી હતી, તેની સાથે સટલ મેકઅપ, હળવા રંગની સ્મોકી આઈઝ, પિંક લિપ્સ અને મિડલ પાર્ટેડ બન એક્ટ્રેસને ઘણો હટકે લુક આપી રહ્યા હતા. મૃણાલ ઠાકુરના ઓવરઓલ લુકની વાત કરીએ તો એક્ટ્રેસે વર્ચુઅલ ગ્રાન્ડ ફિનાલે માટે સાક્ષા એન્ડ કિન્નીએ ડિઝાઈન કરેલા બ્લેક એન્ડ રસ્ટ મસ્ટર્ડ યલો પોપલિન જેકેટની સાથે શિફોન ફેબ્રિકમાંથી તૈયાર કરાયેલું મયૂરી સ્કર્ટ પહેર્યું હતું.
જે દૂરથી જ દરેકનું ધ્યાન ખેંચી રહ્યું હતું. મૃણાલના ઓવરઓલ ડ્રેસિંગની વાત કરીએ તો કાળા રંગના જેકેટમાં જટિલ ગૂંથણી કરવામાં આવી હતી, જેમાં સિલ્વલ દોરાની સાથે મિરર વર્ક અને મેટલ એમ્બ્રોડરીને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે હળવા રંગના સ્કર્ટમાં એબ્સટ્રેક પ્રિન્ટની સાથે રફલ પેનલમાં હતા, જેમાં બનાવાયેલી હાઈ થાઈ સ્લિટ ઘણી રોમેન્ટિંગ હતી.
ઉલ્લેખનીય છે કે, જે અટાયરને પહેરીને મૃણાલ આ રીતે રેમ્પ પર જલવો પાથરી રહી હતી, તેની કિંમત લગભગ ૨,૫૮,૦૦૦ રૂપિયા છે. ગોર-ધ-જિપ્સીઝ ઓફ ઈન્ડિયાના રંગીન પેલેટ ઉપરાંત આ ડ્રેસ બંજારા પત્થર અને બાંધણી પ્રિન્ટની સાથે-સાથે થ્રેડ વર્ક, મિરર ડિઝાઈનિંગને બહાર લાવનારો હતો, જેને લેમ્બડી ફેશન (વણઝારા લોકોમાં જાણીતી ભાષા)ના રૂમમાં ઓળખાય છે.