મૃતકના નામે વાઉચર બનાવીને સરપંચે બિલ ઉધારી લીધું
જેતપુરના રેશમડી ગાલોળના સરપંચ સામે રાવ
જેતપર, જેતપર તાલુકાના રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામેલા વ્યક્તિના નામે કામનું બિલ ઉધાર્યુ હોવાની સરપંચ સામે ગામના એક જાગૃત યુવાને તાલુકા વિકાસ અધિકારીને ફરીયાદ કરી છે.
રેશમડી ગાલોળમાં રહેતા ભરતભાઈ પાનસેરિયા નામના એક જાગૃત નાગરીકે ગાામની પંચાયત પાસેેે માંગેલ માહિતીમાં આંજથી ચાર વર્ષ પૂૃવે મૃત્યુ પામેલા કેશભાઈ માઘાભાઈ વઘાસિયા નામના મૃતકના નામે ૬૩૦૦ રૂપિયાનું પંચાયત દ્વારા બે મહિના પૂર્વે એક બિલ ઉધારીને એ ચેક દ્વારા ચુકવી દીધાનું બહાર આવ્યુ છે.
આ અંગે ભરતભાઈએ જણાવ્યુ હતુ કે પંચાયતનો તમામ વહીવટ સરપંચના પતિ ભરતભાઈ વઘાસિયા જ કરે છે. તેમણેે આક્ષેપ કર્યો હતો કે સરપંચના પતિ પાસે રેતી ખનિજની કોઈ લીઝ ન હોવા છતાં તેઓએ પંચાયતને રેતી વેચી હોવાની પોતાના નામે બિલ ઉધારી પંચાયત એકટ ઓફિસ પ્રોફિટનો ભંગ કર્યો હતો.
એટલુ જ નહી આટલુ ઓછું હોય તેમ ચાર વર્ષ પૂર્વેે મૃત્યુ પામેલા વ્યક્તિએ ગામમાં એક ગટર રીપેરીંગના કોન્ટ્રાક્ટરનું કામ કર્યુ અને મહેનતાણાના વાઉચરમાં મૃતકના નામે બોગસ સહી કરી રૂા.૬૩૦૦ ચુકવવામાં આવ્યા છે.
આ અંગે ટીડીઓ એન.ડી. કુંસગીયાને પૂછતાં તેઓએ જણાવ્યુ હતુ કે ભરતભાઈની ફરીયાદ વિશેેેે પોતે તપાસ કરતા તે સત્ય સાબિત થઈ છે. તેનો આખો અહેવાલ ડીડીઓને મોકલી આપવામાં આવ્યો છે. હવે સરપંચ વિરૂધ્ધ જે કંઈ પગલાં ભરવામાં આવશે તે ડીડીઓના હુકમ બાદ ભરવામાં આવશે.