મૃતદેહને કોથળામાં ભરી બૉક્સમાં પેક કરી દીધો હતો
રાજકોટ: રાજકોટ શહેરમાં રિદ્ધિ સિદ્ધિ પૂલ ના નીચેના ભાગમાં બોક્સ પેકીંગમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં હત્યા કરાયેલી લાશ બનીને પરંતુ બુટલેગર સંજય રાજુભાઈ સોલંકી ની હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે પણ હાલ હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. તો સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ મેળવવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ એક વર્ષ પહેલાં જ સંજયના છૂટાછેડા થયા હતા. ત્યારે સંજય ની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
શનિવારના રોજ રિદ્ધિ સિદ્ધિ ના પુલની નીચે એક લોહીના ડાઘા વાળું પીન મારેલી હાલતમાં બોક્સ પેકીંગ મળી આવ્યું હતું. જે બાબતની જાણ દેવાનંદ ભાઈએ પોલીસને કરી હતી. પોલીસને જાણ થતાની સાથે જ રાજકોટ આજીડેમ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરી હતી.
પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ છે બનાવ હત્યાનો જણાવ્યો હતો તેમજ મૃતકના માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ સુત્રોનું માનીએ તો આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે તેમજ મૃતકની ઠંડા કલેજે હત્યા નિપજાવી લાસ ને કઈ જગ્યાએ સગેવગે કરવી તે બાબતનું પણ હત્યારાઓએ પ્લાન બનાવ્યા હોવાનું હાલ લાગી રહ્યું છે
ત્યારે પોલીસ તપાસમાં બુટલેગર સંજય સોલંકી ની હત્યા પાછળનું કારણ શું છે તે ખ્યાલ આવશે. તેમજ બુટલેગર સંજય સોલંકી ની હત્યામાં કોણે કોણે કયા પ્રકારનો રોલ ભજવ્યો છે તે પણ પોલીસ તપાસમાં સામે આવશે. ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ તો આજીડેમ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આખરે કોના દ્વારા સંજય ભાઈ ની હત્યા કરવામાં આવી હતી શા માટે હત્યા કરવામાં આવી હતી કેવી રીતે હત્યા કરવામાં આવી હતી તે તમામ બાબતો આ અંગે પોલીસ તપાસમાં ખુલાસો થવા પામશે ઉલ્લેખનીય છે કે શુક્રવાર ના રોજ રાજકોટ માંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વ્યક્તિઓની લાશ મળી આવી હતી.