મૃત્યુદર ઘટાડવામાં પ્લાઝમા થેરાપી કારગર નથી: એઇમ્સ
આ સંશોધન પછી જાગેલી આશા પર પાણી ફેરવાઈ ગયું |
નવી દિલ્હી, એઈમ્સ દિલ્હી દ્વારા કરવામાં આવેલા એક પરીક્ષણમાં બહાર આવ્યું છે કે પ્લાઝમા થેરાપી કોરોના મહામારીમાં મૃત્યુદર ઓછો કરવામાં કારગર નથી. એઈમ્સના નિષ્ણાતોએ ૩૦ દર્દીઓ પર આ અંગો પ્રયોગ કર્યો હતો જેના પરિણામ પછી આ તારણ કાઢવામાં આવ્યું છે. ડોકટરોએ શોધ્યું હતું કે, મૃત્યુદરના મામલામાં પ્લાઝામા થેરાપીથી કોઈ લાભ થતો નથી. જોકે, અગાઉ એક સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે, કોવિડના કેસમાં પ્લાઝમા થેરાપીથી મોતનો આંકડો ઓછો કરી શકાય છે.
નોંધનીય છેકે કેટલાક સમયથી કોરોનાના દર્દીઓને પ્લાઝમા વડે સારવાર આપવા પર ભાર મુકાઈ રહ્યો છે. હવે એઈમ્સના આ સંશોધન પછી અત્યાર સુધીમાં જાગેલી આશા પર પાણી ફેરવાઈ ગયું છે. ડોકટરોએ કહ્યું કે, તમને ખબર નહીં હોય પણ તમે સખત બીમાર હો છો. પણ તમારા સંપર્કમાં કોઈ કોરોના પોઝિટિવ આવે તો તેણે ટેસ્ટ માટે જવું જોઈએ. લોકોએ એ પણ ન ભૂલવું જોઈએ કે ડોકટરોની સલાહ પર જ ઓક્સિમીટરનો ઉપયોગ કરવો જોઈએ. એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, આ એક પ્રારંભિક વિશ્લેષણ છે. તેમના કહેવા પ્રમાણે ૧૫ દર્દીઓ પર પ્લાઝમા થેરાપીની અસર જોવા માટે પ્રયોગ થયો હતો જ્યારે બાકીના ૧૫ પર સામાન્ય સારવાર કરવામાં આવી હતી.
કોરોનાની બીમારીમાંથી સાજા થઈ ચુકેલા દર્દીના શરીરમાંથી પ્લાઝમા લેવામાં આવે છે. લોહીમાંથી પ્લાઝમા કઢાય છે અને તે પછી કોરોના પેશન્ટના શરીરમાં પ્લાઝમા નાખવામાં આવે છે. કોરોના પોઝિટિવ હોય તે દર્દીમાં કોરોના સામે લડવા માટે વધુ એન્ટીબોડી તૈયાર થાય છે. પ્લાઝમા થેરાપીનો પ્રયોગ ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં થયેલો છે.