Western Times News

Gujarati News

મૃત્યુના એક વર્ષ પછી માણસને કોરોના થયો

નવી દિલ્હી, નિકોલસ રોસીને તેમના મૃત્યુ બાદ કોરોનાએ પોતાની ચપેટમાં લીધો હતો. ત્યારે બધા જ ચોંકી ઉઠ્‌યા હતા. હકીકતમાં, ૨૦૨૦માં કોવિડથી મૃત્યુ પામેલા નિકોલસને હવે ફરીથી કોરોના થયો છે. જે બાદ તે જીવતો થયો હતો. એવું જાણવા મળી આવ્યું હતું કે કોરોના વાયરસે તેના મૃત્યુ પછી ફરી એકવાર તેને ચપેટમાં લીધો હતો.

આ સમાચાર ચોંકાવનારા હતા. મૃતકને જાેવા માટે એક ટીમ ત્યાં પહોંચી હતી જે ચોંકી ગયા હતાં. સૌથી ચોંકાવનારી આ ઘટના સ્કોટલેન્ડની છે. કોરોના મહામારીએ જે રીતે વિશ્વભરમાં વિનાશ વેર્યો તેનાથી ઘણા પરિવારોનું સુખ છીનવી લીધું એટલું જ નહીં મોટા મોટા સ્ટાર-સુપરસ્ટાર્સ સહિત દરેક દેશની આર્થિક સ્થિતિ પણ ભાંગી પડી.

જ્યારે આ હોનારતે આજીવિકાનું સંકટ ઊભું કર્યું ત્યારે આપણા પ્રધાનમંત્રીએ આપણને સલાહ આપી હતી કે આપત્તિમાં અવસરની શોધો. જેણે ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે ભારતના વડા પ્રધાનની સલાહની અસર સ્કોટલેન્ડમાં માઇલો દૂર પણ થશે.

નિકોલસ રોસીએ પણ આપત્તિને તકમાં ફેરવીને કાયદાની સજા તરીકે પોતાને બચાવ્યો હતો. જે નિકોલસ રોસીને એક વખત માર્યા પહેલા અને એક વાર મર્યા બાદ એટલે કે બે બે વાર કોરોનાની ચપેટમાં આવ્યો હતો. તે એક વર્ષ સુધી મૃત્યુ પામેલો રહ્યો અને જ્યારે કોરોનાએ તેને ફરીથી ચપેટમાં લીધો ત્યારે તે પણ ઉઠી ગયો.

હકીકતમાં, તેણે પોલીસ ધરપકડથી બચવા માટે આખી વાર્તા વણી હતી. ૨૦૨૦માં, પરિવારને જાણ કરવામાં આવી હતી કે તેમને કોરોના છે, જેનાથી તેઓ માર્યા ગયા છે. પોલીસે તેને મૃત જાહેર પણ કર્યો હતો અને શોધખોળ છોડી દીધી હતી. જાે કે રોસીના વકીલને પોતે આ વાત પર વિશ્વાસ નહોતો.

પરંતુ તેને તેની પત્નીના શબ્દો પર સવાલ ઉઠાવવાનું ગમતું ન હતું,તેથી તે સંમત થયો. નિકોલસ રોસી ૨૦૦૮માં યુ.એસ.એ. માં જાતીય હુમલો અને ૨૦૧૮માં હુમલાના કેસમાં વોન્ટેડ હત. પોલીસ તેની પાસે પહોંચે તે પહેલાં તેણે ફેબ્રુઆરી ૨૦૨૦માં કોવિડથી મોતની છેતરપિંડી કરી હતી. પરંતુ જ્યારે તે ગ્લાસગોમાં હોવાની જાણ થઈ ત્યારે તેનું આ પગલું ખુલ્લું પડી ગયું હતું. અહીં તે આર્થર નાઇટના નામે રહેતો હતો અને હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યો હતો.

નિકોલસ રોસીને હાલમાં પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઉટાહ કાઉન્ટી એટર્ની ઓફિસ રોસીને ઉટાહ પાછા પ્રત્યાર્પણ કરવા માટે ફેડરલ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કરી રહી છે. પોલીસ પાસે તેની સામે ફિંગરપ્રિન્ટ્‌સ અને ડીએનએના પૂરતા પુરાવા પણ છે. સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં, જ્યાં બધું તમારી પકડમાં છે, તમારી ઓળખ છુપાવીને લાંબા સમય સુધી જીવવું શક્ય નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.