મૃત્યુ થયાના ૨૦ મિનીટ બાદ શખ્સ જીવતો થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/death-1-1024x1024.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી: ૬૦ વર્ષના સ્કોટ નામના શખ્સનો દાવો છે કે જ્યારે તે ૨૮ વર્ષનો હતો ત્યારે તેનું મોત થઇ ગયુ હતુ અને ૨૦ મિનીટ માટે મૃત્યુ પામ્યો અને જીવતો થઇ ગયો હતો. સ્કોટનું કહેવું છે કે જ્યારે તે ૨૮ વર્ષનો હતો ત્યારે તેનું એક્સિડેન્ટ થઇ ગયુ હતુ અને તેના હાથનો અંગૂઠો તૂટી ગયો હતો. ઓપરેશન દરમિયાન તેનુ મોત થયુ હતુ અને સ્કોટ ૨૦ મિનીટ બાદ જીવતો થયો હતો. તેણે કહ્યું કે, તેણે બીજી દુનિયા જાેઇ હતી અને ભગવાને તેને પાછો મોકલ્યો અને કહ્યું કે હજુ તારો સમય આવ્યો નથી.
સ્કોટે દાવો કર્યો કે મર્યા બાદ નર્સને વાત કરતા સાંભળી અને તેની બાજૂમાં એક શક્તિ હતી જે તેને લઇ ગઇ અને એક ખુબસુરત મેદાનમાં લઇ ગઇ. તે મેદાનમાં રંગબેરંગી ફૂલ હતા, કમર સુધી મખમલી ઘાંસ હતુ અને સફેદ વાદળ તેને અડી રહ્યાં હતા. સુંદર વૃક્ષ હતા અને આવો નજારો તેણે ક્યારેય જાેયો નથી. સ્કોટે કહ્યું કે તે અદ્રશ્ય શક્તિ સાથે વાદળો તરફ થઇ રહ્યો હતો પરંતુ કોઇએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે હજુ તારો સમય નથી આવ્યો અને તારે ઘણુ બધુ કરવાનુ બાકી છે. જે બાદ ઝટકા સાથે જે પોતાના શરીરમાં પાછો આવી ગયો હતો.