મૃત્યુ બાદ દેહદાન કરવા ૪૦ વ્યક્તિઓએ ફોર્મ ભર્યા
(એજન્સી) અમદાવાદ, બ્રેઈન ડેડ થયા પછી બોપલના યુવાન નિશાંત મહેતાએ અંગદાન કરતા છ જણાને જીવતદાન મળ્યુ હતુ. ‘ખુશ્બુ સીનિયર સીટીઝન પરિવાર અને બોપલ લાફીંગ કલબના સંયુક્ત ઉપક્રમે અંગદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ‘શતાયુ ફાઉન્ડેશન’ સ્લાઈડ શો દ્વારા અંગદાન કરવા માટેની જાણકારી આપી હતી. મૃત્યુ બાદ અંગદાન કરવા ઈચ્છતા લોકોએ ‘શતાયુ ફાઉન્ડેશન’ના ફોર્મ ભર્યા હતા. અને તેમને કાર્ડ આપવામાં આવ્યા હતા. આશરે ૪૦ જેટલા વ્યક્તિઓએે અંગદાન કરવા માટે ફોર્મ ભર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વ.નિશાંત મહેતા પરિવારનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
ઔડા ગાર્ડન, બોપલ, અમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત નૈનેશ પાટીલ પ્રમુખ ખુશ્બુ સીનિયર સીટીઝન પરિવાર, સતિષ ઠાકર, પ્રમુખ બોપલ લાફીંગ કલબ, દિનેશ કંસારા કન્વીનર બોપલ લાફીંગ કલબ, મહામંત્રી હીરાલાલ પરમાર અને ખુશ્બુ સીનિયર સીટીઝન પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
આ અંગદાન જાગૃતિ માટેના કાર્યક્રમમાં ૭પ થી વધુ વ્યક્તિઓએે ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં સ્વ.નિશાંત મહેતાને પુષ્પાંજલી આપી તેમના પરિવારને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યુ હતુ. યોગેશ ચુડગરે અંગદાન અંગે માહિતી આપી હતી. ઉપરાંત ‘શતાયુ ફાઉન્ડશેન’ના ધૃવ પટેલે માહિતી સભર માર્ગદર્શન આપ્યુ હતુ. હાજર રહેલા સૌએ અંગદાનની પ્રવૃત્તિને વધાવી લીધી હતી.
બોપલના યુવાન નિશાંત મહેતા, બ્રેઈન ડેડ થયા પછી, તેમના અંગદાન કરવાના કારણે છ વ્યક્તિઓને જીવનદાન મળ્યુ હતુ. આવા ઉત્તમ માનવ સેવાના કાર્યમાંથી પ્રેરણા મેળવી નીચે મુજબના કાર્યક્રમનું આયોજન કરવામંાં આવ્યુ છે.
‘અંગદાન જાગૃતિ’ માટેના કાર્યક્રમમાં ૭પ થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. સ્વ.નિશાંત મહેતાને પુષ્પાજલી આપી તેમના પરિવારને સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યુ હતુ.