Western Times News

Gujarati News

મૃત હાલતમાં મળી આવ્યો રેમો ડીસૂઝાનો સાળો જેસન

મુંબઈ, બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડીસૂઝાનો સાળો જેસન વૉટકિન્સ તેના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. ત્યારે રેમો ડીસૂઝાની પત્ની લિઝેલે ભાઈ જેસન વૉટકિન્સ માટે સોશિયલ મીડિયામાં લખ્યું કે કેમ તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે, હું તને ક્યારેય માફ નહીં કરું.

પરિવારના નિકટના મિત્રે જેસન મૃત અવસ્થામાં મળી આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે જેસનની ડેડ બૉડી કૂપર હોસ્પિટલ લાવવામાં આવી હતી. ઓશિવરા પોલીસ સ્ટેશને તમામ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે રેમો ડીસૂઝા અને તેની પત્ની લિઝેલ ગોવામાં એક લગ્ન ફંક્શનમાં હાજરી આપવા માટે આવ્યા છે. અહીં નોંધનીય છે કે જેસન વૉટકિન્સ છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

તેણે રેમો ડીસૂઝાની તમામ ફિલ્મોમાં અસિસન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. ૨૦૨૦માં કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને હાર્ટ અટેક આવતા તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરાવાયો હતો. ત્યારે તેની પત્ની લિઝેલ ડિસૂઝાએ જણાવ્યું હતું કે હવે તેની સ્થિતિ સારી છે.

જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. રેમોની પત્ની લિઝેલ કોસ્ચ્યૂમ ડિઝાઈનર છે. તેના અને રેમોના બે સંતાન છે. રેમોના કહેવા અનુસાર આ તેના જીવનનો સૌથી ડરામણો સમયગાળો હતો. “મને કહેવામાં આવ્યું કે, મારી જમણી ધમનીમાં ૧૦૦ ટકા બ્લોકેજ છે. સામાન્ય રીતે વ્યક્તિનું હૃદય ૫૫ ટકા કામ કરે છે પરંતુ મને હોસ્પિટલ લવાયો ત્યારે મારું હૃદય ૨૫ ટકા જ કામ કરતું હતું.

આ મારી સાથે કેવી રીતે થયું? હું સમયાંતરે મારા બોડીનું ચેકઅપ કરાવતો હતો. આની પાછળ વારસાગત, પ્રી-વર્કઆઉટ સેશન અથવા તો સ્ટ્રેસ જવાબદાર હોઈ શકે છે. ડૉક્ટરો કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું જાણવા માટે ઉતાવળો છું. ઘણા લોકો વિચારે છે કે હું સ્ટીરોઈડ્‌સ લઉં છું પરંતુ આ વાત તદ્દન ખોટી છે. હું નેચરલ બોડીમાં વિશ્વાસ ધરાવું છું, તેમ રેમોએ કહ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.