મેંદરડા નજીક બંધ ટ્રક પાછળ કાર અથડાતા મહિલાનું મૃત્યુ
જૂનાગઢ, ધૂળેટી પર્વમાં સાસણ ફરવા આવેલા રાજકોટના બે પરિવારને મેદરડાના માનપુર ગામ પાસે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતુ. જ્યારે એક બાળક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
રાજકોટમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં અને જૂનાવાળા મેઈન રોડ પર ગીરીરાજ સોસાયટીમાં રહેતા અતુલભાઈ બટુકભાઈ વસાણી અને તેના બનેવી હિતેશભાઈ લાઠીયા તેમજ તેમના મિત્ર નિરંજન ભાઈ રાજ્યગુરૂના પરિવાર ના સભ્યો ધૂળેટી પર્વમાં સાસણ અને ઉના બાજુ ફરવા નીકળ્યા હતા.
આજે તારીખ ર૦ ના રોજ વહેલી સવારેેે ત્રણ વાગ્યેે મેંદરડાના માનપુર ગામ પાસે બંધ પડેલા એક ટ્રકની પાછળ હિતેશભાઈ લાઠીયાની કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારની અંદર હિતેશભાઈના પત્ની ધર્મિષ્ઠા બેનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળેે મૃત્યુ નિપજ્યુ હતુ.
જ્યારે અતુલભાઈના પુત્ર કર્મ (ઉ.વ.૧૪) અને હિતેશભાઈને ગંભીર ઈજાઓ થતાં બંન્નેનેેેે સારવારાર્થે મેંદરડા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યવા હતા. આ અંગેે પોલીસેે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.