મેં અને મારી માતાએ બંને ડોઝ લીધા છે તમે પણ લગાવી લો રસી: મોદી
વેક્સિન લગાવો, અફવાઓ પર ધ્યાન ન આપો -મનની વાતમાં મોદીએ ઓલેમ્પિક ગેમ્સને લઇને સવાલો સાથે શરુઆત કરી હતી, ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિનને લઇને રહેલા ડરને દૂર કરવા પ્રયત્ન કર્યો
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ મનની વાતના ૭૮માં એપિસોડમાં દેશવાસીઓ સંબોધી રહ્યા છે. જાેકે દરેક વખતની જેમ પીએમ મોદીએ મનની વાતની શરુઆત અલગ રીત કરી હતી. તેમણે લોકોને પ્રશ્નો પૂછ્યા હતા જેના જવાબ આપીને ઇનામ પણ મેળવી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનની વાત દરમિયાન મધ્ય પ્રદેશના એક ગ્રામીણ સાથે વાતચીત કરતાં લોકોના મનમાંથી વેક્સિનનો ડર ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ફોન પર ગ્રામીણે બતાવ્યું કે, વોટ્સએપ પર આવેલા મેસેજિસના લીધે તેઓ ડરી ગયા છે અને રસી નથી લીધી.
જેની પર પીએમ મોદીએ તેમનો અને તેમની માતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે વેક્સિનથી ડરવાની કોઇ જરુર નથી. મનની વાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને ટોક્ટો ઓલેમ્પિક વિશે વધુને વધુ જાણવા અને અન્ય લોકોને એના વિશે જણાવવાની અપીલ કરી હતી.
તેમણે નાના શહેરો, વિસ્તારો અને ગામડાઓમાંથી ઉભરી આવેલા ખેલાડીઓ વિશે જણાવતાં કહ્યું કે, જીવનમાં આપણે ગમે ત્યાં પહોંચીએ, કેટલી પર ઊંચાઇએ પહોંચી જઇએ, જમીન સાથેનો આ લગાવ, હમેશાં આપણને મૂળ સાથે બાંધી રાખે છે. મનની વાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન એથલિટ મિલ્ખા સિંહને યાદ કરતાં કહ્યું કે, જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે તેમની સાથે વાત કરવાની તક મળી હતી.
જે દરમિયાન તેમને આગ્રહ કર્યો હતો કે ૧૯૬૪માં ટોક્ટો ઓલેમ્પિક્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એજ રીતે, ટોક્ટો ઓલેમ્પિકમાં જઇ રહેલા આપણા ખેલાડીઓનું મનોબળ વધારવાનું છે. ખેલાડીઓને તમારા સંદેશાથી પ્રેરિત કરવાના છે. તેઓ ખેલ જગત માટે એટલા સમર્પિત હતા કે બીમાર હોવા છતાં તેમણે મારા આગ્રહમાં હાં ઉમેરી, પરંતુ દુર્ભાગ્યથી નિયતિને કંઇક અલગ મંજૂર હતું.
આ સિવાય વર્તમાન સ્થિતિને લઇને ‘મનની વાત’માં પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરી હતી. સાથે સાથે તેમણે મોનસૂન સિઝનને લઇને પાણીના સંગ્રહ અને પાણી બચાવો મુદ્દે પણ વાત કરી હતી. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના એક ગામના લોકો સાથે વાત કરતા વડા પ્રધાને તેમને અપીલ કરી કે તેઓ કોઈ પણ ખચકાટ વિના રસી લે અને અફવાઓ પર ધ્યાન ન આપે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનત કરીને અને એક વર્ષની મહેનત બાદ રસી બનાવી છે. તેથી જ આપણે વિજ્ઞાનિકો પર વિશ્વાસ કરવો જાેઈએ, અસત્ય ફેલાવનારાઓને સમજાવવું જાેઈએ કે આવું થતું નથી. તેમણે કહ્યું કે દેશની કોરોના વાયરસ સામે લડત ચાલી રહી છે અને આ યુદ્ધમાં દેશ દરરોજ અનેક અસાધારણ લક્ષ્યો હાંસલ કરી રહ્યો છે.
આ એપિસોડમાં, તેમણે ૨૧ જૂને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે ૮૬ લાખથી વધુ લોકોને નિઃશુલ્ક રસીકરણ વિશે ઉલ્લેખ કર્યો છે. મોદીએ કહ્યું કે રસી ન લેવી ખૂબ જ જાેખમી હોઈ શકે છે અને તે વ્યક્તિના જીવનને જાેખમમાં નાખે છે, પરંતુ તેના પરિવાર અને ગામને પણ જાેખમમાં મૂકે છે.