Western Times News

Gujarati News

મેં એક વફાદાર સાથી અને દોસ્ત ગુમાવ્યો છે: સોનિયા ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું આજે સવારે નિધન થયું છે તેમના પુત્રે આ અંગેની માહિતી આપી હતી અહમદ પટેલના નિધનને કારણે કોંગ્રેસમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દુખ વ્યકત કરતા કહ્યું કે તેમણે મેં એક અપરિવર્તનીય કોમરેડ એક વફદાર સહયોગી અને એક દોસ્ત ગુમાવ્યો છે.

સોનિયા ગાંધીએ લખ્યું કે અહમદ પટેલના રૂપમાં મેં એક સાથી ગુમાવ્યો છે જે પુરૂ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત રહ્યાં તેમની ઇમાનદારી અને સમર્પણ,પોતાના કર્તવ્ય પ્રત્યે તેમની પ્રતિબધ્ધતા તે હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા તેમની ઉદારતા દુર્લભ ગુણ હતાં જે તેમને બીજાથી અલગ કરતા હતાં.

તેમણે કહ્યું કે મેં એક અપરિવર્તનીય કોમરેડ એક વફાદાર સહયોગી અને એક મિત્ર ગુમાવ્યા છે હું તેમના નિધન પર શોક વ્યકત કરૂ છું અને હું તેમના શેોક સંતપ્ત પરિવાર માટે સંવેદનાઓ વ્યકત કરૂ છું. એ યાદ રહે કે અહમદ પટેલે વર્ષો સુધી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું છે અને માનવામાં આવે છે કે તે તેમના દ્વારા લેવામાં આવેલ દરેક મહત્વપૂર્ણ નિર્ણયનો હિસ્સો હતાં.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી કહ્યું કે આ એક દુખદ દિવસ છે.અહમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનો એક સ્તંભ હતાં તેમણે કોંગ્રેસ પાર્ટીને માણી અને સૌથી કઠિન સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યાં તે અતિમહત્વપૂર્ણ હતાં અમે તેમને યાદ કરીશે ફૈઝલ મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરીને અહમદ પટેલના નિધન પર દુખ વ્યકત કર્યું છે અને લખ્યું છે કે અહમદજી એક એવા સિનિયર સાથી હતાં જેઓ હંમેશા અમારી સાથે ઉભા રહ્યાં તેમની પાસેથી હું હંમેશા સલાહ અને મંત્રણા કરતી હતી તેમના નિધનથી હું ખુબ જ દુખી છું ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે કોઇ કેટલો પણ ગુસ્સે હોય તેમની એવી ક્ષમતા હતી કે તેઓ તેમને સંતુષ્ટ કરી પણ શકતા હતાં મીડિયાથી દુર કોંગ્રેસના દરેક નિર્ણયમાં સામેલ કડવી વાત પણ ખુબ જ મીઠા શબ્દોમાં કહેવું તેમની પાસેથી શીખી શકતા હતાં કોંગ્રેસ પાર્ટી તેમના યોગદાનને કયારેય નહીં ભુલી શકે અહમદભાઇ અમર રહો.

અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે તેઓ અત્યાર સુધી જે નેતાઓને મળ્યા છે તેમાં અહમદ પટેલ સૌથી તીક્ષણ મેધાના વ્યક્તિ હતાં તેઓએ લખ્યું કે તેમની પાસે અસાધારણ ટેલેન્ટ હતું તેમની યાદ રાખવાની ક્ષમતા અદભૂત હતી. કોંગ્રેસ નેતા સુષ્મા દેબે કહ્યું કે અહમદ પટેલ પાર્ટી અને તેમના માટે શક્તિના સ્તંભ હતાં તેઓ લોકોની વાતોને ખુબ ગંભીરતા અને ધૈર્યપૂર્વક સાંભળતા હતાં દેબે કહ્યું કે તેઓ મુશ્કેલ ધડીમાં તેમને સાચી અને યોગ્ય સલાહ આપતા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.