મેં ઓબામાને કહ્યું હતું કે મોદીને સેકુલરિઝમ યાદ અપાવો : પૂર્વ સીઇએ

નવીદિલ્હી: વિશ્વ બેંકના પૂર્વ મુખ્ય ઇકોનોમિસ્ટ અને ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર પ્રો.કૌશિક બસુએ એક મોટો ખુલાસો કર્યો છે ધ વાયરના એક રિપોર્ટ અનુસાર કૌશિક બસુએ પૂર્વ અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેકુલરિઝમ યાદ અપાવવા કહ્યું હતું.
રિપોર્ટ અનુસાર ૨૦૧૫ની ગણતંત્ર દિવસ પરેડમાં બરાક ઓબામા મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા હતાં ઓબામાની યાત્રા દરમિયાન કૌશિક બસુએ તેમને ભાજપની સરકારને લોકતંત્ર અને ધર્મનિરપેક્ષા પ્રત્યે ભારતની પારંપરિક અને સુસ્થારના પ્રતિબધ્ધતાની બાબતમાં યાદ અપાવવા માટે કહ્યું હતું. કૌશિક બસુએ આ વાતનો ખુલાસો એક મુલાકાતમાં કર્યો છે પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારનું આ નિવેદન મોદી સરકાર માટે એક મોટા આંચકા સમાન છે.
વરિષ્ઠ પત્રકાર કારણ થાપરને આપેલ મુલાકાતમાં મનમોહનસિંહના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચુકેલ કૌશિક બસુએ કહ્યું કે ઓબામાની ભારત યાત્રાના કેટલાક દિવસ પહેલા તેમને અમેરિકી રષ્ટ્રપતિને ટુંકી માહિતી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં તે બેઠકમાં કૌશિક બસુએ સુચન કર્યું હતું કે ઓહામાને આ પ્રવાસમાં ભારતના નેતાઓને આ મહાન વિરાસતની યાદ અપાવવી જાેઇએ બસુએ ઓબામાને કહ્યું હતું કે તે નેતાઓથી તેને સંરક્ષિત કરવાનો આગ્રહ કરે
બસુનું કહેવુ છે કે અમેરિકી રાષ્ટ્પતિની માહિતી આપવા માટે ચાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં જે પોતાના ચાર કે પાંચ સલાહકારોની સાથે બેઠકમાં આવ્યા હતાં. તે બેઠકમાં પોતાના સ્વયના યોગદાનની બાબતમાં બસુ લખે છે કે હું સાત મિનિટ માટે વાત કરી શકયો મુખ્ય રીતે ભારત અમેરિકા આર્થિક સંબંધના એક ટુકો ઇતિહાસ પર વાત કરી બાંગ્લાદેશ લિબ્રેસન દરમિયાન ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં યુએસએનો વ્યવહાર કેટલો અપ્રિય અને અનૈતિક હતો મેં તેના પર પણ વાત કરી.
પોતાના ભાષણના અંતમાં બસુએ રાષ્ટ્રપતિને સચુન આપ્યું કે તેમણે લોકતંત્ર ધર્મનિરપેક્ષતા અને સહિષ્ણુતા માટે ભારતની પારંપારિક પ્રતિબધ્ધતાનો મુદ્દો ઉઠાવવો જાેઇએ તેમણે કહ્યું કે અધ્યક્ષ મહોદય હું એક એવા મામલા પર તમારૂ ધ્યન આકર્ષિત કરવા માંગુ છું જે અર્થવ્યવસ્થાથી પર છે અને મેં તેમને કહ્યું કે એક વસ્તુ જેના પર ભારતને હકીકતમાં ગર્વ કરવો જાેઇએ તે તેના લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતા છે બસુએ આગળ કહ્યું કે પરંતુ હવે ભારતના મૂળ સિધ્ધાંત જાેખમી છે આથી જયારે તમે ભારત આવો તો ત્યાંના નેતાઓને આ મહાન વિરાસતની યાદ અપાવો અને તેમને તેના સંરક્ષિત કરવાનો આગ્રહ કરો
૨૭ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં આપેલ પોતાની સ્પીચમાં ઓબામાએ ધાર્મિક ભેદભાવનો ઉલ્લેખ કરતા ભારતના વિકાસ પર વાત કરી હતી પોતાની સ્પીચમાં ઓબામાએ કહ્યું હતું કે બંધારણમાં દરેક વ્યક્તિને કોઇ પણ ઉત્પીડન ભય અને ભેદભાવ વિના સ્વેચ્છાથી પોતાની આસ્થાની પસંદગી કરવાનો અને તેને અનુસરવાનો અધિકાર છે.
ભારતનો વિકાસ એ વાત પર નિર્ભર રહેશે કે તે ધાર્મિક ભેદભાવથી કેટલું મુકત થઇ શકે છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્પતિએ કહ્યું કે કહેવામાં આવી રહ્યું છે કે વિવિધતા જ અમેરિકા અને ભારતની શક્તિ છે હિન્દુ મુસ્લિમ શિખ ઇસાઇ બધા એક જ બગીચાના ફુલ છે.ઇશ્વારની નજરમાં બંધા એક છે ઓબામાની સ્પીચ પહેલા પેજ પર છપાઇ હતી પોતાની સ્પીચથી તેમણે મોદી સરકાર તરફ ઇશારો કર્યો હતો જાે કે તેમણે કોઇનું નામ લીધુ ન હતું