Western Times News

Gujarati News

મેં કહ્યું હતું કે ક્રિકેટ અને રાજકારણમાં કંઈ પણ સંભવ છે : ગડકરી

મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં નોંધપાત્ર ઉલટફેર બાદ ભાજપની સરકાર રચાતા પક્ષના નેતાઓ તેમના નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજના દિગજ્જ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, ‘મેં પહેલા પણ કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજકારણમાં કંઈ પણ સંભવ છે. હવે લોકો મારા શબ્દોનો અર્થ સમજી ગયા હશે.’ ભાજપે સમગ્ર મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે અને રાજકીય ઘટનાક્રમ માટે શિવસેનાને જવાબદાર ઠેરવ્યું છે.

ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘મે અગાઉ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજકારણમાં કંઈ પણ સંભવ છે. હવે તમે મારા શબ્દો સારી રીતે સમજી શકો છો.’ અગાઉ સીએમ પદના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ શિવસેના પર નિશાન સાધ્યું હતુ. ફડણવીસે જણાવ્યું કે રાજ્યને ખીચડી સરકારની જરૂર નહતી. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું, એટલા માટે અમારે આ પગલું લેવું પડ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ભાજપ-એનસીપીની સરકારને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અજીત પવારે શપથ લીધા બાદ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અમારી પ્રાથમિકતા છે. અજીત પવારે જણાવ્યું કે ચૂંટણી પરિણામ પછી કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં નહીત. મહારાષ્ટ્ર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેમાં ખેડૂતોનો પ્રશ્ન પણ રહેલો છે. એટલા માટે અમે સ્થિર સરકાર રચવાનો નિર્ણય કર્યો છે.

દરમિયાન ભત્રીજા અજીત પવારના નિર્ણયને એનસીપી પ્રમુખ શરદ પવારે વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે એનસીપી આ નિર્ણયનું સમર્થન નથી કરતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ સરકાર સાથે ફક્ત અજીત પવાર ગયા છે, એનસીપી નહીં. તેમની પાસે હજુ પણ ધારાસભ્યોનું પુરતું સંખ્યાબળ છે. રાજ્યમાં અમારી (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ) ગઠબંધન સરકાર રચાશે. તેમણે જણાવ્યું કે એનસીપીના વિધાનસભાના નેતા હોવાથી અજીત પવાર પાસે તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. પરંતુ વિધાનસભા ગૃહમાં દેવેન્દ્ર ફડણવીસ ફ્લોર ટેસ્ટ પાસ નહીં કરી શકે. તેમણે કહ્યું કે શિવસેના અને એનસીપીએ ભાજપ સાથે જવા માંગતા ધારાસભ્યોને ચેતવણી પણ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.