મેં પહેલાં કહ્યું હતું કે સિધ્ધુ સ્થિર વ્યક્તિ જ નથી: અમરિન્દર

ચંડીગઢ , આજનો દિવસ પંજાબની રાજનીતિ માટે મહત્વનો છે. હાલના ઘટનાક્રમ પર દેશભરની નજર છે. એક તરફ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજાેત સિંહ સિદ્ધુએ રાજીનામુ આપી દીધું છે તો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની એ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે.
ત્યારબાદ સીએમ ચન્નીએ પત્રકાર પરિષદ કરી અને કેન્દ્ર સરકારને ત્રણ કૃષિ કાયદા પરત લેવાની અપીલ કરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ- કિસાનોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. નવા કૃષિ કાયદાથી કિસાન પરેશાન છે.
સરકાર ત્રણેય કૃષિ કાયદા પરત લે. આ સાથે ચેન્નીએ કહ્યુ કે, કિસાનોને સબ્સિડી પર લોન આપવાની વ્યવસ્થા કરવી જાેઈએ. આ દરમિયાન મુખ્યમંત્રીએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામાની જાણકારી ન હોવાની વાત કહી છે.
બાદમાં કહ્યુ તે પ્રધાન છે, સારા નેતા છે. સાથે તેમણે કહ્યુ- જાે સિદ્ધિ સાહેબને કોઈ સમસ્યા છે તો સાથે મળીને વાત કરીશું. તો પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુના રાજીનામા પર ટ્વીટ કર્યુ છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ- મેં પહેલા કહ્યુ હતુ.
તે સ્થિર વ્યક્તિ નથી. પંજાબ જેવા બોર્ડર સ્ટેટ માટે જરાય યોગ્ય નથી. સિદ્ધુનું રાજીનામુ તેવા સમયે થયું છે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી કૂચ કરી રહ્યા છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે અહીં અમિત શાહની સાથે તેની મુલાકાત થઈ શકે છે.
સિદ્ધુ અને કેપ્ટનના વિવાદ બાદ અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ છોડ્યુ હતુ ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સિદ્ધુ હજુ કોઈ વાતથી નારાજ છે તેવી માહિતી પણ સામે આવી રહી છે. તેવુ માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ વિભાગોની ફાળવણી બાદ નારાજ થઈ ગયા હતા. મંત્રીઓને વિભાગોની ફાળવણીમાં તેની સલાહ લેવામાં આવી નથી.SSS