મેં ભારતની કોવિશિલ્ડ વેક્સિન લીધી છે: યુએન અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદ

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદે કહ્યું છે કે, તેમણે ભારતમાં બનેલી કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે.દુનિયાના બે દેશમાં કોવિશિલ્ડ મહત્વનો ભાગ ધરાવે છે. કોવિશિલ્ડ વેક્સિનને બ્રિટીશ-સ્વિડીશ દવા નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાએ વિકસિત કરી છે અને ભારતમાં પૂણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
શાહિદે પોતાની પહેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તમે મને વેક્સિનને લઈને જે સવાલ પૂછ્યો છે તે ખૂબ જ ટેકનિકલ સવાલ છે. મેં ભારતમાં બનેલી કોવિશિલ્ડ વેક્સિન લીધી છે. મેં બંને ડોઝ લીધા છે. હું જાણતો નથી કે કેટલા દેશ કહેશે કે કોવિશિલ્ડ સ્વીકાર્ય છે કે નહિ પરંતુ ઘણા મોટા દેશોમાં તેનો મોટો ભાગ રહેલો છે.શાહિદે આ વાત એક સવાલના જવાબમાં કહી હતી કે જેમાં પૂછવામાં આવ્યું હતું કે.
કોવિડ વેક્સિનને માન્યતા આપવી જાેઈએ અથવા કે તેના પર વિચાર કરવો જાેઈ અથવા WHO દ્વારા માન્ય કરવામાં આવી છે.
ભારતે ૧૦૦ દેશોની અંદર ૬.૬ કરોડથી વધારે વેક્સિનના ડોઝ મોકલ્યા છે. શાહિદ પોતે માલદિવના છે. જાન્યુઆરીમાં ભારે સૌથી પહેલા જથ્થામાં માલદિવ ખાતે પણ વેક્સિન મોકલી હતી, તે વખતે ત્યાં કોવિશિલ્ડના એક લાખ ડોઝ મોકલ્યા હતા. માલદિવને વાણિજ્યિક શિપમેન્ટ,કોવોક્સ સુવિધા સહિત અન્ય માધ્યમથી ભારતમાં નિર્મિત ૩.૧૨ લાખ વેક્સિન માલદિવ મોકલવામાં આવી હતી.
બ્રિટને ભારતમાં સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયામાં બનાવવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા આપવાની ના પાડી દીધી હતી પરંતુ ભારત દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા ૨૨ સપ્ટેમ્બરના રોજ તેણે પોતાના નિયમોમાં સુધારો કર્યો હતો અને વેક્સિનનો સમાવેશ કર્યો હતો.HS