મેં મજાક કરી અને લોકો માની ગયા: દેવોલીના ભટ્ટાચાર્જી
મુંબઇ, એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી, જે છેલ્લે રિયાલિટી શો બિગ બોસ ૧૫માં જાેવા મળી હતી, તે હાલ પગમાં થયેલી ઈજાથી રિકવર થઈ રહી છે, જે તેને ઘરમાં થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે દેવોલીના ભટ્ટાચાર્જીને સર્જરી કરાવવા પડી હતી અને હાલ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જવાની આશા રાખે છે.
થોડા દિવસ પહેલા, એક્ટ્રેસની તેના ‘સાથ નિભાના સાથિયાના કો-એક્ટર વિશાલ સિંહ સાથેની સગાઈની પોસ્ટ સમાચારમાં છવાઈ હતી. દેવોલીના અને વિશાલ બંનેએ એન્ગેજમેન્ટ રિંગ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી હોવાથી સોશિયલ મીડિયા યૂઝર્સને તેમણે ખરેખર સગાઈ કરી હોવાનું લાગ્યું હતું. જાે કે, બાદમાં તે પોસ્ટ તેમના અપકમિંગ મ્યૂઝિક વીડિયોના પ્રમોશન માટે હોવાનો ખુલાસો થયો હતો.
ગેરમાર્ગે દોરતી પોસ્ટ શેર કરવા બદલ બંનેને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. દેવોલીના ભટ્ટાચાર્જીને આ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે, વિશાલ અને મેં સગાઈ કરી લીધી હોવાનું લોકોએ કેવી રીતે માની લીધું તે મૂર્ખતાભર્યું છે.
સાથ નિભાના સાથિયા’ કરી ત્યારથી વિશાલ મારા બેસ્ટ ફ્રેન્ડ્સમાંથી એક છે અને આખી દુનિયા આ વિશે જાણે છે. તે સમયે અમે સગાઈ કરી નહોતી અને અત્યારે પણ અમે મિત્રો છીએ. તે મારા નજીકના મિત્રોમાંથી એક છે અને મારા મ્યૂઝિક વીડિયોના પ્રમોશન માટે મજાક કરી હોવાનું લોકોએ જાણવું જાેઈએ.
સગાઈ માટે મારે આઘાત અને આશ્ચર્યું હતું જ્યારે મારા કેટલાક મિત્રો સહિત ઘણા લોકોએ સગાઈ માટે મને શુભેચ્છા પાઠવી હતી. કોઈ કેવી રીતે ધારી શકે? સોશિયલ મીડિયા ગિમિકથી ભરેલું છે અને હવે તે વિશે લોકોએ જાણવું જાેઈએ. સેલેબ્રિટી પર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સ માટે આવી હરકતો કરવાનો આરોપ લગાવવાાં આવે છે.
પરંતુ દેવોલીનાએ કહ્યું હતું કે, તેમની માત્ર માર્કેટિંગ ગિમિક હતી. ‘મ્યૂઝિક વીડિયોના પ્રમોશન માટે આ હતું અને તે વાસ્તવિક લાગતી વસ્તુઓ પણ નહોતી. સોશિયલ મીડિયાના કેટલાક લાભ છે અને ગેરલાભ પણ. ઓનલાઈન નેગેટિવિટી ફેલાવતા લાખો લોકો કરતા અમે સારા છીએ, તેવું મને લાગે છે. કોણ નેગેટિવિટી ફેલાવી રહ્યું છે તેના વિશે કેમ કોઈ પૂછતું નથી?. મને નથી લાગતું કે, આ માટે મને જવાબદાર ગણવી જાેઈએ. તે મજાક હતી અને લોકો માની ગયા.SSS