મેં સંગ્રામ સિંહને બીજી છોકરી શોધીને લગ્ન કરી લેવા કહ્યું છે: પાયલ રોહતગી
અભિનેત્રી પાયલ રોહતગી મા બનવા માટે સક્ષમ નથી
બોયફ્રેન્ડને કોઈ અન્ય સાથે લગ્ન કરી લેવા કહ્યું
મુંબઈ, LockUpના લેટેસ્ટ એપિસોડમાં, પાયલ રોહતગીની ઈમોશનલ સાઈડ જાેવા મળી, આ સિવાય તેના જીવન સાથે જાેડાયેલું સૌથી મોટું સિક્રેટ પણ બહાર આવ્યું. એક્ટ્રેસ પહેલાથી જ સંગ્રામ સિંહ સાથે સેટલ થવાની ઈચ્છા રાખે છે. અગાઉના એક એપિસોડમાં, તે લગ્ન વિશે વાત કરતાં ઈમોશનલ થઈ ગઈ હતી અને ખુલાસો કર્યો હતો કે તે છેલ્લા ૧૨ વર્ષથી સંગ્રામ સિંહ સાથે લગ્ન કરવાની રાહ જાેઈ રહી છે, જાે કે તેમણે હજી સુધી સાત ફેરા લીધા નથી.
હવે લેટેસ્ટ એપિસોડમાં, પાયલે તેના જીવનના વધુ એક પીડાદાયી ભાગનો ખુલાસો કર્યો હતો અને ઈમોશનલ થઈ હતી. પાયલ, જે ગાર્ડન એરિયામાં બેસીને ડુંગળી સમારી રહી હતી તે આઝમા સામે ભાવુક થઈ હતી. અંજલી અરોરા અને સાઈશા સિંદે તરત જ તેની મદદે આવ્યા હતા અને શાંત પાડીને આ પાછળનું કારણ પૂછ્યું હતું. પાયલે કહ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી પ્રેગ્નેન્સી માટે પ્રયાસ કરી રહી છે પરંતુ તે સફળ થઈ શકી નથી અને તે લગ્નમાં વિલંબ પાછળનું એક કારણ છે.
પાયલે કહ્યું હતું કે, આપણા તમામના કેટલાક સિક્રેટ હોય છે. આપણે આ વિશે વાત ન કરવાનું પસંદ કરીએ છીએ કારણ કે, આપણે જાણીએ છીએ કે આપણે રિયાલિટી શોમાં છે. કેટલીકવાર કેટલીક બાબતો અન્ય વસ્તુઓને ટ્રિગર કરે છે. સાઈશા સામે જાેઈને પાયલે ઉમેર્યું હતું કે, ‘અમે એટલા માટે લગ્ન નથી કર્યા કારણ કહ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી પ્રેગ્નેન્સી માટે પ્રયાસ કરી રહી છે પરંતુ તે સફળ થઈ શકી નથી અને તે લગ્નમાં વિલંબ પાછળનું એક કારણ છે.
પાયલે કહ્યું હતું કે, આપણા તમામના કેટલાક સિક્રેટ હોય છે. આપણે આ વિશે વાત ન કરવાનું પસંદ કરીએ છીએ કારણ કે, આપણે જાણીએ છીએ કે આપણે રિયાલિટી શોમાં છે. કેટલીકવાર કેટલીક બાબતો અન્ય વસ્તુઓને ટ્રિગર કરે છે. સાઈશા સામે જાેઈને પાયલે ઉમેર્યું હતું કે, ‘અમે એટલા માટે લગ્ન નથી કર્યા કારણ કે હું બાળક માટે પ્રયાસ કરી રહી છું અને સફળ થઈ રહી નથી.
તેને પાંચ-સાત વર્ષ થઈ ગયા. હું પ્રયાસ કરી રહી છું પરંતુ તે કામ કરી રહ્યું નથી. મેં સંગ્રામને કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવા માટે પણ કહ્યું છે, જે તેને બાળક આપી શકે. હું હંમેશા તેને કહેતી રહું છું કારણ કે હું તેને બાળક આપી શકતી નથી. આ મારા સિક્રેટનો ભાગ નથી કારણ કે હું તેનો ખુલાસો ક્યારેય કરવા માગતી નહોતી. મેં મારા એગ્સ પણ ફ્રીઝ કરાવ્યા નથી.
હું છોકરીઓ એગ્સ ફ્રીઝ કરાવવાનું કહું છું કારણ કે, કરિયરના ચક્કરમાં પછી વિલંબ થતો જાય છે. એક્ટ્રેસે આગળ ઉમેર્યું હતું કે, તેઓ દત્તક અથવા સરોગસીનો વિકલ્પ પસંદ કરી શકે છે. ‘હું સરોગસી કરાવીશ. પરંતુ સંગ્રામ હંમેશા મને કહે છે કે, તને મારા જેવું પાગલ બાળક જાેઈએ છે. પરંતુ હું તેને આપી શકતી નથી. હું બાળકને દત્તક લઈશ. કરણવીર મને કહેતો હતો કે, જ્યારે તમારે બાળક આવે છે જ્યારે તને માતા બનો છે.
હું દત્તક લઈશ અને આ કારણથી જ ઓન પેપર મારે લગ્નની જરૂર છે કારણ કે ડોક્ટર કહે છે કે ‘તમારા લગ્ન થઈ ગયા ડોક્યુમેન્ટ લઈને આવો. તેઓ કહે છે લિવ-ઈન નહીં. મેરેજ સર્ટિફિકેટ લાવો’. ઓન પેપર હું લગ્ન કરીશ. સાઈશા, અંજલી અને આઝમા ત્રણેય પાયલ પાસે બેઠા હતા અને તેને સાંત્વના આપી હતી. આ સિવાય સરોગસી અથવા અડોપ્શન માટે પણ પ્રેરણા આપી હતી.