મેકડોનાલ્ડઝ ઇન્ડિયાએ ગ્રાહકો માટે કોન્ટેકલેસ ટેક-આઉટ સર્વિસ શરૂ કરી

આ સર્વિસ ગ્રાહકોને સુરક્ષિત, સ્વચ્છ ફૂડ પૂરું પાડવા માટે પશ્ચિમ અને દક્ષિણ ભારતના પસંદગીના શહેરમાં શરૂ કરવામાં આવી છે
ભારત જ્યારે કોવિડ-19 આધારિત લોકડાઉનમાંથી તબક્કાવાર સુધારા તરફ જઇ રહ્યું છે ત્યારે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેક્ડોનાલ્ડ્ઝના રેસ્ટોરન્ટ્સની માલિકી ધરાવતી અને સંચાલન કરતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટે સ્થાનિક સરકારના નિયમોને અનુસરતા પસંદગીના શહેરોમાં કોન્ટેકલેસ સ્ટોર ટેક-આઉટસર્વિસ શરૂ કરી છે. આ પગલાંનો હેતુ એવા ગ્રાહકોને સુરક્ષિત, સ્વચ્છ અને સરળતાપૂર્વક ફૂડ પૂરો પાડવાનો છે જે લોકો McDeliveryએપ્લીકેશન પર પોતાની પસંદગીના રેસ્ટોરન્ટ (એટલેકે સ્ટોરમાં) પીક- અપઓર્ડર મુકી શકે, ઓનલાઇન ચૂકવણી કરી શકે અને પોતાના ઘરે જતા કે કામ પર જતી વખતે રેસ્ટોરન્ટના પીક-અપ કાઉન્ટર પરથી પોતાનો ઓર્ડર પીક-અપ કરી શકે. ઓર્ડર મુકવાની અને ઓર્ડર અનુસાર ફૂડ મેળવવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત, કોન્ટેક્ટલેસ છે ને પૂરતા સામાજિક અંતરનો ખ્યાલ રાખે છે.
આ જાહેરાત કરતા વેસ્ટલાઇફ ડેવલપમેન્ટના ડિરેક્ટર સ્મીતા દત્તાએ જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકોની સુરક્ષા હાલમાં અને કાયમ માટે અમારી ટોચની અગ્રિમતા રહેશે. આ કોન્ટેક્ટલેસ સ્ટોરટેક-આઉટસર્વિસ શરૂ કરવાની સાથે અમે અમારા ગ્રાહકોને જ્યારે આવશ્યક ચીજો માટે બહાર નીકળે ત્યારે સુરક્ષિત અને સ્વચ્છ ફૂડ મેળવવાનો સરળ માર્ગ પૂરો પાડીએ છીએ. પ્રવર્તમાન સ્થિતિને જોતા, અમે અમારી દરેક કામગીરીઓમાં સુરક્ષા અને સ્વચ્છતાની પ્રક્રિયાને ફક્ત મજબૂત બનાવી છે એટલુ જ નહી પરંતુ તેની સાથે સપ્લાયર્સ અને ડિલીવરી એગ્રીગ્રેટર્સ સહિતના અમારા ભાગીદારો દ્વારા કડક પણે તેનું પાલન કરવામાં આવે તેની પણ ખાતરી રાખી છે.”
પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેક્ડોનાલ્ડ્ઝ પોતાની કડક સુરક્ષા અને સ્વચ્છતાની પ્રક્રિયા માટે જાણીતી છે અને કંપની આરોગ્યની આ કટોકટીમાં સ્વચ્છતા માટેના કઠિન માપદંડોને પણ અનુસરવામાં કોઇ કચાશ રાખશે નહી. કંપની અનેક QSR બ્રાન્ડઝમાંની એક છે જેણે કોન્ટેક્ટલેસ ડિલીવરી શરૂ કરી છે અને આજે તે 150થી વધુ ડિલીવરી કેન્દ્રોમાંથી ડિલીવરી કરે છે.