મેક્કેઈન ફૂડ્સે પાણી, વાયુ, ધ્વનિ માટે પ્રદૂષણ નિયંત્રણ અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપી
મેક્કેઈન ઈન્ડિયા વિદ્યાર્થીઓને તેમના સક્ષમતાના એજન્ડા વિશે માહિતગાર કરે છે
કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એસ. ડી. અગ્રિકલ્ચલ યુનિવર્સિટી, જગુદાનના ડીન અને વિદ્યાર્થીઓએ પ્રદૂષણ નિયંત્રણ અને ગંદા પાણીના રિસાઈકલિંગનો અભ્યાસ કરવા માટે મેક્કેઈન, મહેસાણાના પ્લાન્ટની મુલાકાત લીધી
અગ્રણી ફ્રોઝન ફૂડ્સ એન્ડ પાર્ટી સ્નેક્સ બ્રાન્ડ મેક્કેઈન ફૂડ્સ ઈન્ડિયા દ્વારા પાણી, વાયુ, માટી, ધ્વનિ માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલી અને ગંદા પાણીના રિસાઈકલિંગ વિશે માહિતગાર કરવા માટે કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એસ. ડી. એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી જગુદાનના ડીન અને વિદ્યાર્થીઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રાન્ડ ઈકોસિસ્ટમ વિશે સતર્ક છે અને પર્યાવરણીય ધોરણ હેઠળ ISO 14000:2015 દ્વારા પ્રાણિત છે. તેમણે છેલ્લાં થોડાં વર્ષોમાં પર્યાવરણની સુધારણા માટે એકધાર્યાં ઘણાં બધાં પગલાં લીધાં છે. તે વિશે વિદ્યાર્થીઓને માહિતીગાર કરવા મેક્કેઈન ઈન્ડિયા દ્વારા પ્લાન્ટ ખાતે તેમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્લાન્ટ વિશ્વ કક્ષાની ટેકનોલોજી સાથે તૈયાર કરાયો છે, જે ગંદા પાણીનો ઉપચાર કરે છે અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS- IS10500) દ્વારા આપવામાં આવતા પીવાના પાણીનાં બધાં પરિણામોને પહોંચી વળે છે.
આ વિશે બોલતાં મેક્કેઈન ઈન્ડિયાના પ્લાન્ટ મેનેજર રાકેશ મેન્ડિરટ્ટાએ જણાવ્યું હતું કે, “કંપની તરીકે અમે પર્યાવરણ વિશે હંમેશાં સતર્ક રહીએ છીએ અને નિસર્ગની કોઈ રીતે હાનિ નહીં થાય તેનું અમે ધ્યાન રાખીએ છીએ. મેક્કેઈન સક્ષમ વિકાસ કાર્યક્રમ છે, જે પાણી ઉપભોગ લઘુતમ કરવો, કાર્બન ઉત્સર્જન ઘટાડવું, કચરો ઓછામાં ઓછો કરવો, રિકવરી, રિસાઈકલિંગ અને તેની ઉપયોગિતા પર કેન્દ્રિત છે.
તેમણે ઉમેર્યું કે, “અમારે માટે વિદ્યાર્થીઓ રોજબરોજ જે વાંચે છે તે પ્રત્યક્ષ બતાવીને તેમને શીખવવાનો આ ઉત્તમ અનુભવ રહ્યો હતો. આ યુવા મન બ્રાન્ડ પાસેથી કશુંક શીખ્યા તે જોઈને અમે ભારે રોમાંચિત છીએ. કંપની તરીકે અમે માનીએ છીએ કે વિદ્યાર્થીઓ રાષ્ટ્રની વૃદ્ધિના એન્જિનના મુખ્ય પ્રેરકો છે અને ઉત્તમ જ્ઞાન સાથે તેમની પ્રતિભાને પોષવી તે દરેકની મુખ્ય જવાબદારી છે.”
પ્લાન્ટની મુલાકાત 35 વિદ્યાર્થીઓએ લીધી હતી. તેઓ મેક્કેઈનની ફેક્ટરી જોવા માટે ભારે રોમાંચિત હતા. આવી રૂબરૂ મુલાકાત થકી વિદ્યાર્થીઓને બારીકાઈથી અલગ અલગ નવા ઉદ્યોગો વિશે જાણવા મળે છે. અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રિફ્રેશમેન્ટ્સનું વિતરણ કરાયું હતું.