મેક્સિકોના લિયોનમાં યોજાયેલી સ્પર્ધામાં સિદ્ધિ: વર્લ્ડ યુથ વેઈટલિફ્ટિંગમાં ૧૬ વર્ષીય ગુરૂનાયડુએ ગોલ્ડ જીત્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/GN.jpeg)
નવી દિલ્હી, મેક્સિકોના લિયોનમાં ચાલી રહેલી આઈડબલ્યુએફ (ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન) વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગુરૂનાયડુ સનાપતિ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર બન્યા છે. ૧૬ વર્ષીય લિફ્ટરે રવિવારે મોડી રાત્રે ૫૫ કિગ્રા વર્ગમાં કુલ ૨૩૦ કિગ્રા (૧૦૪ કિગ્રા અને ૧૨૬ કિગ્રા)ના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૦ બ્રોન્ઝ મેડલ વિજેતા સનાપતિ ટોચ પર રહ્યાં. સાઉદી અરેબિયાનો અલી મજીદ ૨૨૯ કિગ્રા (૧૦૫ કિગ્રા અને ૧૨૪ કિગ્રા) બીજા ક્રમે
કઝાકિસ્તાનના યેરાસિલ ઉમરોવ ૨૨૪ કિગ્રા (૧૦૦ કિગ્રા અને ૧૨૪ કિગ્રા) ત્રીજા સ્થાને
આ ઉપરાંત ભારતની સૌમ્યા એસ દળવીએ સ્પર્ધાના બીજા દિવસે તેની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રની દલવીએ યુવતીઓની ૪૫ કિગ્રામાં ૧૪૮ કિગ્રા (૬૫ કિગ્રા અને ૮૩ કિગ્રા) વજન ઉઠાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાગ લેનારા અન્ય ભારતીય સહભાગી આર ભવાનીએ ૧૩૨ કિગ્રા (૫૭ કિગ્રા અને ૭૫ કિગ્રા) ના પ્રયાસ સાથે ૮મું સ્થાન મેળવ્યું હતું. આકાંક્ષા કિશોર વ્યાવરે અને વિજય પ્રજાપતિએ સ્પર્ધાના પ્રથમ દિવસે પોતપોતાની ઈવેન્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા.ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૪ મેડલ જીત્યા છે.ss2kp