મેક્સિકોની એંડ્રિયા મેજા બની મિસ યુનિવર્સ, ટૉપ-૫માં ભારતે પણ બનાવી જગ્યા

નવીદિલ્હી: મિસ યુનિવર્સની ૬૯મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. પૂર્વ મિસ યુનિવર્સ જાેજિબિની ટુંજીએ તેને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો. ૬૯મી મિસ યુનિવર્સનુ ગ્રાન્ડ ફિનાલે ફ્લોરિડાના સેમિનોલ હાર્ડ રૉક હોટલ એન્ડ કસીનોમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. ટૉપ-૩માં બ્રાઝિલની જુલિયા ગામા, પેરુની જેનિક મેકેટા અને મેકિસકોની એંડ્રિયા મેજા પહોંચી હતી. જેમાંથી મેક્સિકોની એંડ્રિયા મેજા મિસ યુનિવર્સ ૨૦૨૦નો ખિતાબ જીતી ગઈ. વળી, બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી. પેરુની જેનિક મેકેટા સેકન્ડ રનર અપ રહી. ભારતની ૨૨ વર્ષીય એડલિન કાસ્ટલિનો થર્ડ રનર અપ રહી. ડોમિનિકન રિપલ્બિકની કિમ્બર્લી પેરેજ ફોર્થ રનર અપ રહી છે.
૭૩ દેશોની મૉડલને એંડ્રિયા મેજાએ પાછળ છોડી ઈન્ટરનેશનલ બ્યુટી કૉન્ટેસ્ટ મિસ યુનિવર્સ ૨૦૨૦નો ખિતાબ પોતાના નામે કરાવવા માટે મેક્સિકોની એંડ્રિયા મેજાએ દુનિયાભરની ૭૩ અન્ય સુંદર મહિલાઓ સાથે સ્પર્ધા કરી. જેમાં મિસ ઈન્ડિયા એડલિન કાસ્ટલિનોને પણ એક મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી. ફાઈનલ રાઉન્ડમાં એંડ્રિયા મેજાને કોરોના વિશે સવાલ પૂછવામાં આવ્યા મિસ યુનિવર્સના ગ્રાન્ડ ફિનાલેમાં પણ કોરોના વાયરસ મહામારી વિશે બધાને ચિંતા છે.
આ જ કારણ હતુ કે ઈન્ટરનેશનલ બ્યૂટી કૉન્ટેસ્ટના ફાઈનલ રાઉન્ડમાં એંડ્રિયા મેજાને કોરોના વાયરસ સાથે જાેડાયેલ સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ હતો – જાે તમે દેશના નેતા હોત તો કોરોના મહામારી સામે કેવી રીતે લડત? એંડ્રિયા મેજા આ સવાલનો જવાબ આપતા એંડ્રિયા મેજાએ કહ્યુ, ‘મારુ માનવુ છે કે કોરોના જેવી મહામારી સામે લડવા અને આનાથી સંપૂર્ણપણે બહાર નીકળવાની કોઈ ચોક્કસ રીત નથી. જાે કે સૌથી પહેલુ કામ લૉકડાઉન હોત. હું સ્થિતિ આઉટ ઑફ કંટ્રોલ થતા પહેલા જ લૉકડાઉન લગાવી દેત. જેથી વધુને વધુ લોકોની જિંદગી બચાવી શકાય. આપણે લોકોને જીવ ગુમાવતા ન જાેઈ શકીએ અને એ અફૉર્ડ પણ ન કરી શકીએ, માટે મે શરૂઆતથી જ સ્થિતિને સંભાળવાની કોશિશ કરી હોત.’