મેક્સિકોમાં ડ્રગ માફિયાનો કહેર, ૧૯ લોકોનાં મોત, ૬ લોકો ઘાયલ
મેકિસકો, મેક્સિકોમાં ડ્રગ માફિયાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ૧૯ લોકોનાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટર નોર્થવેસ્ટ મેક્સિકોની બોર્ડર પર થયો હતો. અગાઉ વહીવટી તંત્રએ કહ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં ૧૪ લોકોનાં મોત નીપજ્યાં છે. કોહિલાનાં રાજ્યપાલ મિગેલ એન્જલ રિકમ સોલિસે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં ચાર પોલીસ અધિકારીઓ, ૨ નાગરિકો અને ૧૩ શંકાસ્પદ ડ્રગ માફિયા માર્યા ગયા હોવાના અહેવાલ છે, જ્યારે ૬ લોકો ઘાયલ થયા છે.
રાજ્યપાલે કહ્યું કે ગોળીબાર લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો. આ અથડામણ અમેરિકાથી ૬૪ કિલોમીટર દૂર ટેક્સાસનાં વિલા યુનિયન ટાઉનમાં ઇગલ પાસ નજીક થયો હતો. પ્રશાસનનું કહેવું છે કે ૧૪ વાહનો અને શસ્ત્રો કબજે કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગુનાહિત સંગઠનો ઘણા સમયથી કોહિલા શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજ્યપાલે કહ્યું કે કિક સંગઠિત ગુનાઓ, મુખ્યત્વે કાર્ટેલ ડેલ નોરર્ટે, દરરોજ કોહિલામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આજે સુરક્ષાકર્મીઓ તેમની સાથે એન્કાઉન્ટર થઇ ગયુ.
રાજ્યપાલે કહ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં અમારા પ્રદેશમાં સંગઠિત ગુનાઓને વિકસિત થવા દઈશું નહીં. આપને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર અમેરિકન રાષ્ટ્રપતિનાં નિવેદન બાદ થયું હતું, જ્યારે તેમણે કહ્યું હતું કે તેઓ મેક્સિકોનાં ગ્રુપોને આતંકી સંગઠનો તરીકે જાહેર કરશે. પરંતુ મેક્સિકન સરકાર દ્વારા ટ્રમ્પનાં પ્રસ્તાવને નકારી કાઠવામાં આવ્યો હતો. ટ્રમ્પે મેક્સિકોને દરખાસ્ત કરી હતી કે આ જૂથો સામે યુધ્ધ કરવામાં યુએસ તેમને મદદ કરે.