Western Times News

Gujarati News

મેક્સિકો બોર્ડર પરની ટ્રમ્પે બનાવેલી દિવાલમાં ગાબડાં

અમદાવાદ, બે માણસો એક ખૂબ જ ઉંચી દિવાલ કે જે સ્ટીલ અને કોંક્રિંટથી બનેલી હોય તેવું લાગી રહ્યું છે. તેની નજીક પહોંચે છે અને પછી અચાનક આ દિવાલમાંથી એક ફ્રેમ જેવો કટકો ખેંચે છે જેથી દિવાલમાં બાકોરા જેવું બની જાય છે જેના મારફત પેલો માણસ દિવાલની અંદર તરફ ઘુસી જાય છે અને બીજાે માણસ તેઓ જે કારમાં આવ્યા હોય છે તેમાંથી ભાગતા પહેલા તે ફ્રેમને ફરી વ્યવસ્થિત ગોઠવી દે છે.

આ સીસીટીવી ફૂટેજ ટ્‌ર્મ્પ દ્વારા યુએસ મેક્સિકો બોર્ડર પર બનાવવામાં આવેલ દિવાલની છે. આ દિવાલ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે ઘુસણખોરી અટકાવવા માટે બનાવવામાં આવી હતી. જાેકે સીસીટીવી ફૂટેજ કઈંક અલગ જ વસ્તુ સુચવી રહી છે. આ ક્લિપ એવા અનેક વીડિયો પૈકી એક છે જેનું ગુજરાત પોલીસ એનાલિસીસ કરી રહી છે. આ વીડિયો ક્લિપ તેમને પકડેલા ૮ એજન્ટ્‌સ કે જેઓ સ્થાનિકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરાવતા હોવાનો આરોપ છે તેમના મોબાઈલમાંથી મળી આવી હતી.

ગયા મહિને ગાંધીનગરના ડીંગુચાના એક પટેલ પરિવારના ચાર લોકો યુએસમાં પ્રવેશવા જતાં બરફમાં થીજીને કેનેડામાં મૃત્યુ પામ્યા પછી માનવ તસ્કરીના આ ગોરખ ધંધા પર રાજ્ય પોલીસે તવાઈ વર્તાવી છે. જેની કાર્યવાહીના ભાગરૂપે આ ગેરકાયદેસર ઇમિગ્રેશન એજન્ટોની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી.

કેનેડામાં બનેલી આ ઘટનાના પગલે યુએસ અને કેનેડાની ઓથોરિટીએ રાજ્યમાંથી ગેરકાયદેસર ઇમિગ્રેશનના ધંધાને રોકવા માટે વધુ સારા સંકલન માટે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો.

હવે એજન્સીઓ હવે આ વીડિયોની સચ્ચાઈ ચકાસી રહી છે. જેમાં મેક્સિકોથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને યુએસમાં લાવવા માટે ‘ટ્રમ્પ વોલ’ માં બાકોરા જેવી જગ્યા બનાવવામાં આવી છે. ઝડપાયેલા આઠ એજન્ટોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ મેક્સીકન સ્મગલર્સના સંપર્કમાં હતા, જેને સ્થાનિક ભાષામાં મેકલા તરીકે ઓળખવામાં આવે છે, જે લોકોને સરહદ પાર કરવામાં મદદ કરે છે.

ગુજરાત પોલીસના એક તપાસકર્તાએ જણાવ્યું હતું કે, કેટલાક ધરપકડ કરાયેલા એજન્ટોએ ખુલાસો કર્યો છે કે મેકલાઓને ખબર છે કે દિવાલમાં ક્યાં ગાબડા છે અને આ ગાબડાઓનો ઉપયોગ સરહદ પાર ગેરકાયદેસર ઈમિગ્રાન્ટ્‌સની દાણચોરી કરવા માટે કરે છે. તેમ ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોમાં એજન્ટો વિદેશમાં લોકોની દાણચોરીનું ચુસ્ત ઓપરેશન ચલાવે છે.

સમગ્ર રાજ્યમાં ફેલાયેલા આ એજન્ટો ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકામાં ઘુસાડવા માટેનું આખું રેકેટ ચલાવે છે. એકવાર ગુજરાતનો ગ્રાહક દિલ્હી પહોંચે છે, પછી તેને પંજાબ અથવા દિલ્હીથી તુર્કી લઈ જવામાં આવે છે. જ્યાંથી તેને મેક્સિકો પહોંચાડાય છે. જે બાદ મેકલા આવા ઈમિગ્રાન્ટ્‌સને કાર અથવા ટ્રક મારફત યુએસ-મેક્સિકો બોર્ડર પર લઈ જાય છે.

પોલીસ તેમની મોડસ ઓપરેન્ડી વિશે વધુ જાણવા માટે ધરપકડ કરાયેલા લોકોની ચેટ અને કોલ રેકોર્ડિંગમાંથી મેક્સીકન એજન્ટોની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ કેવી રીતે ઈમિગ્રાન્ટ્‌સને પાર કરવામાં મદદ કરતા હતા. પોલીસે ઉમેર્યું હતું કે ગુજરાતના એજન્ટો ગ્રાહકો પાસેથી તેમના પેસેજ માટે આશરે રૂ. ૬૦ થી ૭૦ લાખ ચાર્જ કરે છે. “આમાંથી, તેઓ ક્લાયન્ટને સરહદ પાર કરવામાં મદદ કરવા માટે મેક્સિકનોને ઇં૨,૦૦૦ થી ઇં૩,૦૦૦ (અંદાજે રૂ. ૧.૫ લાખથી રૂ. ૨.૨ લાખ) આપે છે. જાે કે, આ પૈસા આપવાથી સલામતી સુનિશ્ચિત થતી નથી, પોલીસ અધિકારીએ ચેતવણી આપી હતી. અધિકારીએ કહ્યું, યાત્રા પોતે જ કઠોર અને અસુરક્ષિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.