મેક ઇન્ડિયા,આત્મનિર્ભર જેવી વાતો આડંબરપૂર્ણ: દિલ્હી હાઇકોર્ટ
આ દેશ કે તે દેશથી આયાત બંધ કરી દો અને બીજી તરફ આપણે આપણા જ ઉદ્યમીઓની મદદ કરી રહ્યાં નથી
નવીદિલ્હી, દિલ્હી હાઇકોર્ટે વિવિધ ક્ષેત્રીય વિમાની મથકો પર ગ્રાઉડ હૈડલિક સેવાઓ પ્રદાન કરવા માટે અરજીઓમાં ભાગ લેનારાઓ માટે પાત્રતા માનદંડમાં પરિવર્તનની ટીકા કરી અને કહ્યું કે સ્થાનિક ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાને લઇ કેન્દ્ર સરકારનું વલણ આડંબર વાળુ છે. હાઇકોર્ટે રાજનીતિક નેતૃત્વની ટીકા કરી અને કહ્યું કે એ પીડાદાયક છે કે એક તરફ સરકાર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર થવાની વાત કરે છે તો બીજી તરફ તે એવી અરજીઓ દાખલ કરે છે જે નાના એકમોને ક્ષેત્રીય વિમાની મથકો પર ગ્રાઉડ હૈંડલિગ પરિચાલનમાં સામેલ થવાથી રોકે છે.
ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રજનીશ ભટનાગરની બેંચે કહ્યું કે વાસ્તવમાં પરેશાન એ કરે છે કે જાે તમે હકીકતમાં આ લોકો(નાના એકમો)ને બહાર કરવા ઇચ્છો છો તે એમ કહો તમારી પોતાની વાતોમાં આડંબરપૂર્ણ વલણ અપનાવો નહીં તમારૂ રાજનીતિક નેતૃત્વ મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે તે આત્મ નિર્ભર ભારતની વાત કરે છે તે સ્થાનિક ઉગ્યોગને પ્રોત્સાહિત કરવાની વાત કરે છે પરંતુ તમારા કાર્ય તમારા શબ્દોથી મેળ ખાતા નથી તમે પુરી રીતે આડંબરપૂર્ણ વલણ અપનાવી રહ્યાં છે બેંચે કેન્દ્ર અને ભારતીયવિમાનપત્તન પ્રાધિકરણ તરફથી હાજર વધારાના સોલિસિટર જનરલ સંજય જૈનને કહ્યું કે તે રાજનીતિક નેતૃત્વથી વાત કરે જાે તે આ રીતે આગળ વધવા ઇચ્છે છે તો તે મેક ઇન ઇન્ડિયા પર ભાષણ કેમ આપી રહ્યાં છે.
બેંચે પુછયું છે કે શું રાજનીતિક નેતૃત્વને આમ થવાની માહિતી પણ છે બેંચે કહ્યું કે અમે કહી રહ્યાં છીએ કે આ દેશ કે તે દેશથી આયાત બંધ કરી દો અને બીજી તરફ આપણે આપણા જ ઉદ્યમીઓની મદદ કરી રહ્યાં નથી હાઇકોર્ટે ૩૫ કરોડ રૂપિયાથી વધુના વાર્ષિક કારોબાર અને અનુસૂચિત એરલાઇન્સોની સાથે કામ કરવાના અનુભવ જેવી અરજી પાત્રતા માનદંડોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમે ઇચ્છો છો કે મોટા એકમો આવે અને કદાચ ઇચ્છો છે કે વિદેશી ટાઇ અપ થાય અદાલતે કહ્યું કે નાના એકમો ક્ષેત્રીય વિમાની મથકો પર કામ કરી શકતી હતી જયાં અનુસૂચિત એરલાઇનોના ઉડયન ઓછા કે બિલકુલ નથી અને તેના માટે બિન અનુસૂચિત કે ચાર્ટર્ડ એરલાઇનોની સાથે ગ્રાઉડ હૈડલિંગ તેમના અનુભવને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે
અદાલતે કહ્યું કે કેન્દ્ર અને એએઆઇ તેમને બહાર કરવા ઇચ્છે છે તો એમ કહો તેની બાબતમાં આંડબરપૂર્ણ વલણ અપનાવો નહીં જાે આ આપની નીતિ છે તો આમ કહેવાનું સાહસ રાખો અદાલતે કહ્યું કે ત્યારે ભારતમાં સ્વદેશીકરણ કે મેક ઇન ઇન્ડિયાની વાત ન કરો આ તમામ ચીજાેની બાબતમાં વાત ન કરો બેંચે કહ્યું કે અમને દુખ છે કે તમે નાના એકમોને બહાર કરવા ઇચ્છો છો.HS