મેક ઈન ઈન્ડિયા હેઠળ ૬૦ લાખ નવી નોકરી અપાશે
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રજૂ થયેલા બજેટ પર દેશભરની નજર છે. સરકારે બજેટમાં યુવાઓને મોટી રાહત આપી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે ૬૦ લાખ નવી નોકરીની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, ૩૦ લાખ વધારાની નોકરી આપવાની ક્ષમતા છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે, આર્ત્મનિભર ભારત અંતર્ગત ૧૬ લાખ નોકરી આપવામાં આવશે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ૬૦ લાખ નોકરી આપવામાં આવશે. મહત્વનું છે કે રોજગારના મુદ્દે મોદી સરકાર વિપક્ષના નિશાને રહી છે.
વિપક્ષી દળોનું કહેવું છે કે સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. પરંતુ હવે સરકારે ૬૦ લાખ નોકરીઓની જાહેરાત કરી વિપક્ષને જવાબ આપ્યો છે. ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને શાળાઓમાં દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી લગાવવાનું કામ કરવામાં આવશે.
સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા યુવા શક્તિ બનાવવા માટે અને સરકારી યોજનાઓ હેઠળ કુશળ કામદારો બનાવવા માટે કામ કરવામાં આવશે. સરકારે એમએસપીદ્વારા ખેડૂતોના ખાતામાં ૨.૩૭ કરોડ રૂપિયા મોકલ્યા છે. સજીવ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર તરફથી કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.SSS