મેક ઈન ઈન્ડીયા હેઠળ વિદેશી કંપની ભારતીય રેલ્વેની કાયાપલટ કરશે
(એજન્સી) નવીદિલ્હી, રેલમંત્રી પિયુષ ગોયેલ રેલ્વેની કાયાકલપની દિશામાં ઝડપથી કામ કરીર હ્યા છે. ઈન્ફ્રાસ્ટ્કચર વિકાસ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવી ટ્રેન સેટનું નિર્માણ પણ કરવામાં આવશે. સ્ટેશનમાં સૌદર્યકરણનું કામ પહેલાં જ ચાલી રહ્યુ છે. સુત્રો પાસેથ મળતી માહિતી અનુસાર ટ્રેન સેટ બનાવવા માટે મોદી સરકાર ઝડપથી ગ્લોબલ ટેન્ડર બહાર પાડવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલય આ ટેન્ડર કાઢશે.
જેમાં ચીન, જર્મની અને અમેરીકા સહિત અનેક દેશોની કંપનીઓનો સમાવેશ થાય છે જા કે આ ટ્રેન સેટનું નિર્માણ મેક ઈન ઈન્ડીયા હેઠળ ભારતમાં જ કરવું પડશે. જા કે બનાવનારી કંપની બીજા દેશની હોઈ શકે છે. સરકારનો પ્રયાસ ઝડપથી રોજગાર પેદા કરવાનો છે. એટલા માટે મેક ઈન ઈન્ડીયા પ્રોગ્રામને મહતમ પ્રમોટ કરવામાં આવી રહ્યુ છે.
વિદેશી કંપનીઓને આકર્ષિત કરવા માટે બલ્ફ ઓર્ડર અને લાંબી અવધી માટે મેન્ટેનન્સ કલોઝના નિયમ લાગુ કરવામાં આવશી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી ઝડપી ગતિથી ચાલનારી ટ્રેન સેટ ભારત એક્ષપ્રેસને ઈંન્ટ્રોગલ કોછચ ફેક્ટરીએ માત્ર ૧૦૦ કરોડ રૂપિયામાં જ બનાવી હતી. જા કે આગામી ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ ટેન્ડરો પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત આરોપીની પણ તપાસ ચાલી રહી છે.
દેશની પહેલી ટ્રેનના મેન્યુફેકચરીંગમાં તમામ પ્રકારના આરોપ લાગ્યા છે. સેફટી નિયમોના ઉલ્લંઘનથી માંડીને સ્થાનિક કંપનીઓને ફાયદો પહોંચાડવાના આરોપ લાગ્યા બાદ આ મુદ્દો વિજીલન્સ વિભાગ સુધી પહોંચ્યો. હાલ વિજીલન્સ વિભાગ ટ્રેન ૧૮નો મેન્યુફેકચરીંગ અંગેના તમામ આરોપોની તપાસ કરી રહ્યુ છે.