મેગન ફોક્સ પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી
મુંબઈ, ગ્લેમરની દુનિયામાં રહેનાર સ્ટાર સામાન્ય રીતે ખૂબ અલગ આઉટફિટ પહેરતા રહે છે. સ્ટારના આવા અતરંગી આઉટફિટ ન ફક્ત લોકોનું ધ્યાન ખેંચે છે પરંતુ તેમને ચર્ચામાં પણ લઇ આવે છે. પરંતુ જાે કોઇ અભિનેત્રી આ પ્રકારના પારદર્શી કપડાં પહેરી કોઇ મોટી ઇવેન્ટમાં પહોંચી જાય તો? તાજેતરમાં જ કંઇક આવું થયું જ્યારે હોલીવુડ સુપરસ્ટાર મેગન ફોક્સ સંપૂર્ણરીતે પારદર્શી ડ્રેસ પહેરીને સ્ફ ફસ્છજ ૨૦૨૧ માં પહોંચી ગઇ. તેમણે આ આઉટફિટમાં રેડ કાર્પેટ પર કેટ વોક કર્યું અને બધાની નજર મેગન ફોક્સ પર જ હતી.
મેગન ફોક્સના ડ્રેસમાં તેમના ઇનર વિયર પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે અને તેમનો આ ડ્રેસ ખૂબ અટપટો લાગી રહ્યો હતો. મેગન ફોક્સ આ ઇવેન્ટમાં પોતાના બોયફ્રેંડ મશીન ગન કેલી સાથે પહોંચી હતી. આઉટફિટની અંતર મેગન ફોક્સએ ન્યૂડ કલરની બ્રા અને શિમરિંગ ઇનરવિયર પહેર્યો હતો જાેકે પબ્લિકનું અટેંશન લઇ રહી હતી. ખુલ્લા વાળમાં મેગન ફોક્સ ખૂબ કિલર લુક આપી રહી હતી અને તેમનો આ બોલ્ડ અંદાજ લોકોને ખૂબ ગમ્યો. મેગન ફોક્સ અને કેલીના આ ફોટા સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઇ રહ્યા છે.
જ્યાં લોકો તેમના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. મેગન ફોક્સ અને કેલી બંનેનો અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે મેગન ફોક્સ ઘણા સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે અને આગામી દિવસોમાં તેમની ફિલ્મ બિગ ગોલ્ડ બ્રિક રિલીઝ થઇ રહી છે.SSS