મેગા પ્રોપર્ટી એક્સપોમાં ૩૫ જેટલા વિવિધ બિલ્ડર ગ્રુપે ભાગ લીધો
અમદાવાદ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “મેગા પ્રોપર્ટી એક્સપો – ૨૦૨૨” નો મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે શુભારંભ
અમદાવાદના એકા કલબ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજીત “મેગા પ્રોપર્ટી એક્સપો – ૨૦૨૨” નો મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે પ્રારંભ થયો હતો. ત્રણ દિવસ સુધી ચાલનાર આ મેગા પ્રોપર્ટી એક્સપોમાં ૩૫ જેટલા વિવિધ બિલ્ડર ગ્રુપે ભાગ લીધો છે જેમાં ૨૦૦ થી પણ વધારે પ્રોજેક્ટ્સ પ્રદર્શિત થશે.
આ પ્રોપર્ટી એક્સપોમાં દરેક વર્ગને અનુકૂળ એફોર્ડબલ, પ્રીમિયમ તથા લકઝરીયસ પ્રોજેટ્સ પ્રદર્શિત થનાર છે. જેમાં ઓફીસ, શોપ, ટેનામેન્ટ્સ, ફ્લેટસ જેવા પ્રોજેકટ નો સમાવેશ છે.
આ અવસરે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ તથા બિલ્ડર એસોસીએશનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે દરેક જરૂરિયાત મંદ લોકો ને પોતાનું ઘરનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજય સરકારના આ પ્રયાસોમાં સ્વૈચ્છિક સેવા ભાવી સંગઠનના પ્રયાસો પણ આવકાર્ય છે.
અમદાવાદ ખાતે Tv9 દ્વારા યોજાયેલ પ્રોપર્ટી એક્સપોનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવા property showમાં બિલ્ડરો દ્વારા પ્રોપર્ટીસની અલગ અલગ સ્કીમ રાખવામાં આવેલ છે જેનાથી નાનામાં નાના વર્ગનો ગ્રાહક તેના સપનાનું ઘર લઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોપર્ટીસનું બાંધકામ બિલ્ડરો દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને કરવામાં આવ્યું છે કારણકે તેમણે ખુબજ અનોખી અને રમણીય પ્રોપર્ટીસ નું સર્જન કર્યું છે.
આપણા સૌ માટે ગર્વની વાત છે કે અહીંયા Tv9 જેવી સંસ્થા દ્વારા આ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી વધુમાં વધુ ગ્રાહકો સુધી આટલી સરસ અને સરળ યોજનાના મકાનોનો લાભ લોકો સુધી પહોંચી શકે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦ જેટલા બિલ્ડરો અમે બાંધકામ નિર્માણ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.