મેઘના-ચિરંજીવી સરજાનો પુત્ર છ મહિનાનો થયો
મુંબઈ: સ્વર્ગસ્થ કન્નડ એક્ટર ચિરંજીવી સરજાની પત્ની અને એક્ટ્રેસ મેઘના રાજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ૨૦૨૦માં મમ્મી બનેલી મેઘના રાજ સોશિયલ મીડિયા પર ૬ મહિનાના દીકરાના વિડીયો અને તસવીરો શેર કરતી રહે છે. મેઘના અને ચિરંજીવીના દીકરાનો જન્મ ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ થયો હતો. ત્યારે હાલમાં જ જૂનિયર ચિરંજીવી ૬ મહિનાનો થયો છે. પરિવારે જૂનિયર ચિરંજીવીના માસિક બર્થ ડે પર ખાસ સેલિબ્રેશન કર્યું હતું. જૂનિયર ચિરંજીવીની હાફ બર્થ ડે પર બ્લૂ રંગની થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેઘનાએ આ સેલિબ્રેશનની ઝલક પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. મેઘનાએ તસવીરો શેર કરતાં લખ્યું, “૬ મહિના થઈ ગયા છે અને હેવું તુ તારા ગા અને ગુ બરાબર બોલી શકે છે. અપ્પા અને હું તને ખૂબ પ્રેમ કરીએ છીએ. તસવીરોમાં જાેઈ શકો છો કે જૂનિયર ચિરુ માટે બ્લૂ રંગના બલૂન્સ ઉપરાંત લાવવામાં આવેલી કપ કેક અને કેક પણ બ્લૂ અને સફેદ રંગની છે. બ્લૂ રંગના કપડામાં જૂનિયર ચિરુ ક્યૂટ લાગી રહ્યો છે. મેઘનાએ પોસ્ટમાં જણાવ્યું છે કે, જૂનિયર ચિરુના આ પહેલવહેલા એથનિક કપડાં છે. મેઘના યલો અને રેડ કોમ્બિનેશનના ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
જણાવી દઈએ કે, મેઘનાનો પતિ અને એક્ટર ચિરંજીવી સરજા ૭ જૂન ૨૦૨૦ના રોજ અવસાન પામ્યો હતો. હૃદયરોગના હુમલાના કારણે ૩૯ વર્ષની વયે ચિરંજીવીનું અવસાન થયું હતું. ચિરંજીવીનું નિધન થયું ત્યારે મેઘના પાંચ મહિનાની ગર્ભવતી હતી. ચિરંજીવી પોતાના આવનારા સંતાનને લઈને ખૂબ ઉત્સાહિત હતો. માટે સરજા પરિવારે ચિરંજીવીની ઈચ્છા મુજબ મેઘનાનું બેબી શાવર યોજવામાં આવ્યું હતું. જૂનિયર ચિરંજીવીના જન્મ બાદ મેઘના તેના નાનકડા સિમ્બાને મા અને બાપ બંનેનો પ્રેમ આપી રહી છે.